Kisan Andolan: સચિન તેંડુલકરને નિશાને લેવાનો પ્રયાસ કરતા, ચાહકોએ આગળ આવીને શરુ કર્યુ સમર્થન

ભારતીય ક્રિકેટના મહાન પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના એક ટ્વિટને કારણે સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. માસ્ટર બ્લાસ્ટરે બુધવારે ખેડૂત આંદોલન (Kisan Andolan) ને લગતું એક ટ્વીટ કર્યું હતું.

Kisan Andolan: સચિન તેંડુલકરને નિશાને લેવાનો પ્રયાસ કરતા, ચાહકોએ આગળ આવીને શરુ કર્યુ સમર્થન
હવે #IstandwithSachin નામથી હેશટેગ ટ્રેંડ કરી રહ્યું છે.
| Edited By: | Updated on: Feb 07, 2021 | 10:27 AM

ભારતીય ક્રિકેટના મહાન પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના એક ટ્વિટને કારણે સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. માસ્ટર બ્લાસ્ટરે બુધવારે ખેડૂત આંદોલન (Kisan Andolan) ને લગતું એક ટ્વીટ કર્યું હતું. જેના પગલે કેટલાક લોકો દ્વારા તેમની ટીકા કરવામાં આવી હતી. આવા સમયે સચિનના ચાહકો (Sachin’s fans) એ તેને સમર્થન આપ્યું છે અને હવે #IstandwithSachin નામથી હેશટેગ ટ્રેંડ કરી રહ્યું છે.

સચિન નામથી બનેલ ફેન ક્લબ અને તેના ઘણા ચાહકો આ અભિયાનમાં સતત જોડાઇ રહ્યા છે. #IstandwithSachin તરફથી હવે ખૂબ ટ્વીટ્સ પણ આવવા લાગ્યા છે. હાલમાં તે ટ્રેન્ડમાં છે. મોટી સંખ્યામાં ચાહકો સચિનની સાથે ઉભા રહી ગયા છે. તેમની ટીકા કરનારાઓને એ પણ બતાવવા પ્રયાસ કરી રહ્યા છે કે, ભારત રત્ન સચિન તેંદુલકરે દેશ માટે શું કર્યું છે.

બુધવારે સચિને ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કર્યુ હતુ. જે ટ્વીટ આંતરરાષ્ટ્રીય મીડિયા અને અનેક વિદેશી કલાકર હસ્તીઓ દ્વારા કરેલા ટ્વિટ પછી દેશને એક થવાની સલાહ આપી પોતાની વાત મુકી હતી. પોપ સ્ટાર રેહાના (Rihanna) ના ટ્વીટ બાદ સચિને તે ટ્વીટ કર્યું હતુંં.

https://twitter.com/CrickeTendulkar/status/1357687969545506816?s=20

https://twitter.com/CrickeTendulkar/status/1357719587668652034?s=20

https://twitter.com/CrickeTendulkar/status/1357701482779340800?s=20

Published On - 9:56 am, Sun, 7 February 21