Kisan Andolan: ઇરફાન પઠાણના ટ્વીટે છેડ્યો વિવાદ, વિદેશીઓને સપોર્ટના આક્ષેપ થવા લાગ્યા

ભારતમાં પાછળના કેટલાક મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલન (Kisan Andolan) ને લઇને સોશિયલ મિડીયા પર બબાલ મચવા લાગી છે. આ દરમ્યાન હવે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) ના ટ્વીટે પણ બબાલ વધારી દીધી છે.

Kisan Andolan: ઇરફાન પઠાણના ટ્વીટે છેડ્યો વિવાદ, વિદેશીઓને સપોર્ટના આક્ષેપ થવા લાગ્યા
Irfan Pathan
| Edited By: | Updated on: Feb 05, 2021 | 2:23 PM

ભારતમાં પાછળના કેટલાક મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલન (Kisan Andolan) ને લઇને સોશિયલ મિડીયા પર બબાલ મચવા લાગી છે. આ દરમ્યાન હવે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) ના ટ્વીટે પણ બબાલ વધારી દીધી છે. રિહાના (Rihanna), ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ કિસાનોને સમર્થનમાં ટ્વીટ કર્યા હતા. જેના બાદથી વિરાટ કોહલી (Virat Kohli), સચિન તેંદુલકર (Sachin Tendulkar) અને સુરેશ રૈના (Suresh Raina) સહિતના દિગ્ગજોએ ટ્વીટર પર પોતાના પક્ષ રજૂ કર્યા હતા. આ તમામ દિગ્ગજ ખેલાડીઓએ ભારતની સંપ્રભુતાથી સમાધાન ના કરી શકાય અને આશા દર્શાવી હતી કે મામલાનુ જલ્દીથી સુખદ સમાધાન આવી જાય.

આ દરમ્યાન ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે એવુ ટ્વીટ કર્યુ હતુ કે, જેને લઇને વિવાદ છેડાઇ ગયો હતો. ઇરફાન હાલમાં પોતાના ટ્વીટમાં ખેડુતોના આંદોલનને લઇને ઉલ્લેખ કર્યો નહોતો, પરંતુ જે રીતે જ્યોર્જ ફ્લાયડ (George Floyd) નુ ઉદાહરણ આપ્યુ હતુ, તેનાથી એમ માનવામાં આવી રહ્યુ છે કે, રિહાના અને થનબર્ગના ટ્વીટ પર આટલી બબાલ નહી મચવી જોઇએ. ઇરફાને ટ્વીટર પર લખ્યુ હતુ કે, જ્યારે અમેરિકામાં એક પોલીસ કર્મી દ્વારા જ્યોર્જ ફ્લાયડને નિર્મમતાથી મારવામાં આવ્યો હતો, ત્યારે આપણાં દેશના લોકોએ તે ઘટના પર યોગ્ય રીતે દુ:ખ વ્યક્ત વ્યક્ત કર્યુ હતુંં હું બસ આજ કહી રહ્યો છુંં.

જેને લઇને બાદમાં તો ફેન્સ પણ સોશિયલ મિડીયા અને ખાસ કરીને ટ્વીટર પર ઇરફાન પઠાણને વળતા જવાબો આપવા લાગ્યા હતા.

https://twitter.com/Aadhiraspeaks/status/1357283374822535170?s=20

https://twitter.com/rishibagree/status/1357310590784446465?s=20