Yuvraj Sinhનાં રેકોર્ડની બરાબરી કરતો કિરોન પોલાર્ડ, એક ઓવરમાં છ છગ્ગા લગાવ્યા, આંતરરાષ્ટ્રીય T20 માં બીજી ઘટના

|

Mar 04, 2021 | 9:57 AM

વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ (Kieron Pollard) એ તેની બીગ હિટર તરીકેની ઓળખનો પરિચય ફરી એક વાર કરાવ્યો છે. જોતે આ વખતે તેણે વધારે શાનદાર પરિચર કરાવ્યો છે.

Yuvraj Sinhનાં રેકોર્ડની બરાબરી કરતો કિરોન પોલાર્ડ, એક ઓવરમાં છ છગ્ગા લગાવ્યા, આંતરરાષ્ટ્રીય T20 માં બીજી ઘટના
Kieron Pollard

Follow us on

વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ (Kieron Pollard) એ તેની બીગ હિટર તરીકેની ઓળખનો પરિચય ફરી એક વાર કરાવ્યો છે. જોતે આ વખતે તેણે વધારે શાનદાર પરિચર કરાવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા (Sri Lanka vs West Indies) વચ્ચેની T20 સિરીઝ ની પ્રથમ મેચમાં જ પોલાર્ડ એ અકિલા ધનંજ્ય (Akila Dananjaya) ની એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારી દીધા હતા.

અકિલા ધનંજ એ ઇનીંગની શરુઆતમાં જ પોતાની બીજી ઓવર દરમ્યાન હેટ્રીક મેળવી હતી. જ્યારે તેની ત્રીજી ઓવરમાં પોલાર્ડ એ તેની હેટ્રીકની ખુશીઓને થોડીવારમાં જ ગમમા પલટી દીધી હતી. પોલાર્ડ એ 11 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તે પહેલા તો તેણે પોતાની રમત થી ટીમની જીતને નિશ્વિત કરી લીધી હતી.

પોલાર્ડ એ લોંગ ઓન પર પ્રથમ, સ્ટ્રેઇટમાં બીજો, લોંગ ઓફ પર ત્રીજો, મિડ વિકેટ પર ચોથો, સ્ટ્રેઇટમાં પાંચમો અને મિડ વિકેટ પર છઠ્ઠો છગ્ગો લગાવ્યો હતો. 2007ના T20 ક્રિકેટમાં પહેલી વાર વિશ્વ કપ દરમ્યાન યુવરાજ સિંહ એ એક જ ઓવરમાં છ છગ્ગા લગાવ્યા હતા. ઇંગ્લેંડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ ના બોલ પર યુવરાજ સિંહ એ છ છગ્ગા લગાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનમાં એક જ ઓવરમાં આ પહેલા હર્ષિલ ગિબ્સ એ આ રેકોર્ડ પોતાના નામે નોધાવ્યો હતો. ચેણે 2007ના વિશ્વ કપ દરમ્યાન નેધરલેન્ડ સામે એક જ ઓવરમાં છ છગ્ગા લગાવ્યા હતા. ત્યાર બાદ T20 ક્રિકેટમાં પ્રથમ વાર યુવરાજ એ એક જ ઓવરમા છ છગ્ગા લગાવ્યા હતા. આમ પોલાર્ડની રમત બાદ T20 માં બીજો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજો બેટ્સમેન આમ કરનાર નોંધાઇ ચુક્યો છે.

https://twitter.com/likith_09/status/1367291874541666305?s=20

વેસ્ટી ઇન્ડીઝ એ ટોસ જીતીને પહેલા શ્રીલંકાને બેટીંગ માટે આમંત્રણ આપ્યુ હતુ, શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. જેને વેસ્ટઇન્ડીઝ ની ટીમના ત્રણ ખેલાડીઓને પેવેલિયન મોકલીને ધનંજ્ય એ હેટ્રીટ ઝડપી હતી. એક સમયે તો મેચમાં શ્રીલંકા હેટ્રીકની મદદ થી પરત ફર્યાનુ લાગ્યુ હતુ. પરંતુ કિરોન પોલાર્ડની આક્રમક રમતે વેસ્ટઇન્ડીઝની જીતને પાકી કરી લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝ એ 13.1 ઓવરમાં જ છ વિકેટ ગુમાવીને 134 રન બનાવી જીત મેળવી લીધી હતી.

https://twitter.com/ESPNcricinfo/status/1367279275087253504?s=20

Published On - 8:59 am, Thu, 4 March 21

Next Video