કેરળના બેટ્સમેને 37 બોલમાં સદી ફટકારી, 198 રનનુ લક્ષ્ય 16 ઓવરમાં જ કેરળે પાર કર્યુ

|

Jan 14, 2021 | 9:01 AM

સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali Trophy) ટુર્નામેન્ટમાં મુંબઇ (Mumbai) અને કેરળ (Kerala ) વચ્ચે રમાયેલી મેચમાં વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) પર ખૂબ રન વરસ્યા હતા. મુંબઇ ની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 197 રન બનાવ્યા હતા.

કેરળના બેટ્સમેને 37 બોલમાં સદી ફટકારી, 198 રનનુ લક્ષ્ય 16 ઓવરમાં જ કેરળે પાર કર્યુ
Mohammad Azharuddin

Follow us on

સૈયદ મુશ્તાક અલી (Syed Mushtaq Ali Trophy) ટુર્નામેન્ટમાં મુંબઇ (Mumbai) અને કેરળ (Kerala ) વચ્ચે રમાયેલી મેચમાં વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) પર ખૂબ રન વરસ્યા હતા. મુંબઇ ની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 197 રન બનાવ્યા હતા. તો કેરલે પણ ટીમને મળેલુ લક્ષ્ય 16 ઓવરમાં જ ચેસ કરી લઇ મેચને પોતાના નામે કરી લીધી હતી. કેરળની ટીમની તરફ થી ઓપનર બેટ્સમેન મહંમદ અઝહરુદ્દિને (Mohammad Azharuddin) ધુંઆધાર બેટીંગ કરી હતી. તેણે 37 બોલમાં જ શતક લગાવી દીધુ હતુ. અંતમાં છગ્ગો લગાવીને ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. અઝહરુદ્દીન T20 ક્રિકેટમાં કેરલ તરફ થી શતક લગાવનારો પ્રથમ બેટ્સમેન છે.

મહંમદ અઝહરુદ્દીને તોફાની બેટીંગ કરીને 54 બોલમાં 137 રનની અણનમ રમત રમી હતી. આ સાથે જ તેણે ટીમને પણ યાદગાર જીત અપાવી હતી સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં આ અત્યાર સુધીનુ બીજી સૌથી ઝડપી શતક છે. આ ઉપરાંત અઝહરુદ્દીન T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી લગાવવામાં સંયુક્ત રુપે ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. અઝહરુદ્દીને પોતાની રમત દરમ્યાન 9 ચોગ્ગા અને 11 છગ્ગા લગાવ્યા હતા. તેણે આ ઇનીગ દરમ્યાન રોબિન ઉથપ્પાની સાથએ મળીને 129 રનની ભાગીદારી રમત રમી હતી. જેમાં ઉથપ્પાએ ભાગીદારી દરમ્યાન માત્ર 33 રનનુ જ યોગદાન આપ્યુ હતુ. કેરલની ટીમ મુંબઇ દ્રારા રાખવામાં આવેલા 198 રનના લક્ષ્યને 15.5 ઓવરમાં જ હાંસલ કરી લીધુ હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

https://twitter.com/BCCIdomestic/status/1349409644100292615?s=20

મહંમદ અઝહરુદ્દીન ઉપરાંત, કેપ્ટન સંજૂ સેમસન 12 બોલમાં 183.33 ના સ્ટ્રાઇક રેટ થી બેટીંગ કરીને 22 રનની પારી રમી હતી. આ પહેલા મુંબઇ ની ટીમ તરફ થી કેપ્ટન સૂર્યકુમાર યાદવ એ સારી લય સાથે નજરમાં આવ્યો હતો. તેણે 19 બોલમાં 38 રન ફટકાર્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 200 નો હતો. આદિત્ય તારે એ 31 બોલમાં 42 રનની ઇનીંગ રમી હતી. આમ એકંદરે સારા પ્રદર્શનને લઇને વિશાળ સ્કોર ખ઼ડક્યો હતો. કેરળની ટીમની લગાતાર આ બીજી જીત છે અને મુંબઇની ટીમ હજુ ખાતુ ખોલી શકી નથી.

Next Article