Agnes Tirop : વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીતનાર સ્ટાર ખેલાડીની હત્યા, ટોક્યો ઓલિમ્પિકમાં 4થા સ્થાને રહી હતી, પતિએ છરીના ઘા માર્યા!

કેન્યાના એગ્નેસ ટિરોપે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે આ વર્ષની ટોક્યો ઓલિમ્પિકમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Agnes Tirop : વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીતનાર સ્ટાર ખેલાડીની હત્યા, ટોક્યો ઓલિમ્પિકમાં 4થા સ્થાને રહી હતી, પતિએ છરીના ઘા માર્યા!
Agnes Tirop
| Edited By: | Updated on: Oct 14, 2021 | 4:04 PM

Agnes Tirop : લાંબા અંતરની દોડવીર એગ્નેસ ટિરોપ (Agnes Tirop) બુધવારે તેના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. એગ્રેસ કેન્યા(Kenya)ની સ્ટાર ખેલાડી છે.

જેણે બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ (World Championship)માં મેડલ જીત્યા છે. તેના મૃત શરીર પર છરાના ઘા હતા. પોલીસ આ અંગે એગ્રેસના પતિની પૂછપરછ કરવા માંગતી હતી પરંતુ અકસ્માત બાદથી તે ફરાર છે. પોલીસને શંકા છે કે એગ્નેસની હત્યા પાછળ તેના પતિનો હાથ હતો.

 

25 વર્ષીય (Tirop) તેના પતિ સાથે પશ્ચિમ કેન્યાના ઇટોન શહેરમાં તેના ઘરમાં રહેતી હતી. પોલીસને તેનો મૃતદેહ અહીં મળ્યો હતો. (Agnes Tirop)ને છરી વડે ગળા અને પેટમાં ઘા મારવામાં આવ્યા હતા. તેની કાર ઘરની બહાર ઉભી હતી જેની બારીના કાચ તૂટી ગયા હતા. પોલીસે આ પરથી અનુમાન લગાવ્યું હતું કે, અકસ્માત (Accident)સમયે એગ્રેસની તેના પતિ સાથે ઝઘડો થયો હતો. આ સિવાય પોલીસે એ પણ જણાવ્યું કે, એગ્રેસના પતિએ તેના પરિવારને ફોન કરીને રડતા રડતા કહ્યું કે, ‘મેં મોટી ભૂલ કરી છે. ભગવાનને પ્રાર્થના મને માફ કરવા માટે .

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં દેશ માટે મેડલ જીત્યો

એથલેટિક ફેડરેશન ઓફ કેન્યાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેણે લખ્યું, ‘કેન્યાએ એક હીરો ગુમાવ્યો.’ 2017 અને 2019 ના વર્ષમાં 10,000 મીટર દોડમાં તિરોપે બ્રોન્ઝ મેડલ જીત્યો. તે જ સમયે, આ વર્ષે યોજાયેલી ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં, તેણી 5000 મીટર સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. ગયા મહિને તેણે 10 કિમીની રોડ રેસમાં વર્લ્ડ રેકોર્ડ (World record)બનાવ્યો હતો. તેણીની કારકિર્દી વર્ષ 2015 માં શરૂ થઈ હતી જ્યારે તે 19 વર્ષની ઉંમરે આ ઇવેન્ટની બીજી સૌથી નાની ચેમ્પિયન બની હતી.

કેન્યાના રાષ્ટ્રપતિએ દુખ વ્યક્ત કર્યું

કેન્યાના રાષ્ટ્રપતિ ઉથરુ કેન્યાટ્ટાએ પોલીસ (polie)ને આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવા અપીલ કરી હતી. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુખદ સમાચાર છે. અમે એક ઉભરતા સ્ટાર ખેલાડી (Player)ને ગુમાવ્યો છે. વધુ દુ: ખદ બાબત એ છે કે, તેને કેટલાક અર્થહીન અને ડરપોક લોકોના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: પુણે પોલીસે આર્યન ડ્રગ કેસમાં એનસીબીના સાક્ષી કિરણ ગોસાઈ સામે લુકઆઉટ નોટિસ જારી કરી, આજે ફરી જામીન પર સુનાવણી