IND vs PAK: ભારત પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળ્યો.પરંતુ કેટલાક લોકો જોશમાં આવીને પોતાના હોંશ ખોય બેસે છે, ત્યારે પંજાબની એન્જિનિયરિંગ કોલેજમાં આવી જ એક ઘટના સામે આવી છે. ટી20 વર્લ્ડ કપની શરૂઆતની મેચ ભારત હારી ગયુ છે. જેને લઈને પંજાબની ગુરદાસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના (Gurdas Institute of Engineering and Technology) કેમ્પસમાં વિદ્યાર્થીઓએ એકબીજા પર હુમલો કર્યો.
ઉતરપ્રદેશ અને બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો
કથિત રીતે નારાજ થયેલા ઉતરપ્રદેશ (Uttar Pradesh) અને બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે (Punjab police) પહોંચીને પરિસ્થિતિને થાળે પાડી હતી.
ઘટનામાં છ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા
કાશ્મીરના વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશ અને બિહારના (Bihar) કેટલાક સાથી વિદ્યાર્થીઓએ તેમના રૂમમાં ઘુસીને તેના પર હુમલો કર્યો હતો. મળતા અહેવાલ અનુસાર આ ઘટનામાં કુલ છ કાશ્મીરી વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કોંગ્રેસ નેતા સલમાન નિઝામીએ વિદ્યાર્થીઓની ટીકા કરી
આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા સલમાન નિઝામીએ (Salman Nazami) ટ્વિટ કરીને લખ્યુ કે, અમે પણ ભારતીય છીએ, યુપીના ગુંડાઓ દ્વારા ક્રિકેટ મેચ પર શા માટે કાશ્મીરના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવે છે !
જુઓ
We are also Indian, why we are being attacked over a cricket match by goons from UP: A Kashmiri student studing in a Punjab college! pic.twitter.com/CzTdamtOto
— Salman Nizami (@SalmanNizami_) October 25, 2021
કાશ્મીર સ્ટુડન્ટ એસોસિયેશનના પ્રવક્તા નાસિર ખુહેમીએ વ્યક્ત કરી નારાજગી
ઉપરાંત જમ્મુ – કાશ્મીર સ્ટુડન્ટ એસોસિયેશનના પ્રવક્તા નાસિર ખુહેમીએ ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતું કે, “સાંગુર પંજાબ અને ખરાર મોહાલીમાં હુમલો કરવામાં આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓએ મને કહ્યું કે તેઓને માત્ર સ્થાનિકો અને પંજાબી વિદ્યાર્થીઓએ બચાવ્યા. બિહાર-યુપી વિદ્યાર્થીઓએ તેમના રૂમમાં ઘૂસીને તેમને માર માર્યો.
Published On - 12:05 pm, Mon, 25 October 21