ભારતીય ટી-20 લીગનો ક્રેઝ હાલમાં પુરી દુનિયામાં જોવા મળી રહ્યો છે. બોલીવુડ પર પણ આજકાલ લીગનો પ્રભાવ જબદસ્ત જોવા મળી રહ્યો છે. મોટાભાગના એકટર અને એકટ્રેસ હાલમાં સોશિયલ મિડીયા પર પણ કંઇના કંઇ પોસ્ટ શેર કરતા રહે છે, આમ ટી-20 લીગ થી જોડાયેલા રહે છે. આ પ્રકારના આકર્ષણ થી કરીના કપુર પણ અલગ રહી શકી નથી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાના દિકરા તૈમુર ને લઇને એક ફોટો શેર કરી છે, જેમાં તૈમુર ક્રિકેટ રમતો નજરે પડે છે. જે તસ્વીરની કેપ્શનમાં કરીનાએ લખ્યુ છે કે આઇપીએલમાં તેના માટે કોઇ જગ્યા છે.. તો વળી, લીગની મજબુત ફેંન્ચાઇઝી દિલ્હી કેપીટલે પણ દીલ જીતી લેતો સુંદર જવાબ વાળ્યો હતો.
કરીના કપુરે તૈમુરના ક્રિકેટ રમતા ફોટોને શેર કરતા લખ્યા બાદ ચાહકો એ પણ પોતાની કોમન્ટ કરવાનુ ચુક્યા નહોતા. કારણ કે તૈમુર અને તેના પરીવારનો ઇતીહાસ પણ ક્રિકેટ સાથે જોડાયેલો રહેલો છે. તૈમુરના પિતા બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન છે. સૈફ ના પિતા મંસુર અલી ખાન પટૌડી હતા, જે ભારતના જાણીતા ક્રિકેટર રહી ચુક્યા છે. આ તસ્વીર પર પ્રિયંકા ચોપડા, કરિશ્મા કપુર જેવી અભીનેત્રીઓ એ પણ કોમેન્ટ કરી હતી. પ્રિયંકા ચોપરાએ પોતાની કોમેન્ટમાં લખ્યુ હતુ કે, તૈમુર ના જીન્સમાં જ છે. તો વળી દિલ્હી કેપીટલ્સે પણ કોમેન્ટ કરી હતી અને પ્રશંસકોનુ દિલ જીતી લીધુ હતુ, તેના સત્તાવાર એકાઉન્ટ મારફતે કરાયેલી કોમેન્ટમાં લખ્યુ હતુ કે, અમે તેને અમારી સાથે ગરજતો જોવાનુ પસંદ કરીશુ. એક સાચા નવાબ હંમેશા કૈપીટલ સિટી ના જ હોય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો