ઉછાળ જોઇ આ ભૂલ ના કરી બેસે ભારતીય બોલરો, કપિલ દેવે આપી મહત્વપૂર્ણ સલાહ

|

Dec 16, 2020 | 9:25 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગુરુવારથી ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. બંને ટીમો ને તેમના ઝડપી બોલરો પર ખૂબ જ દારોમદાર રહેશે. ઓસ્ટ્રેલીયાના બોલરોને તેમની ઘરેલુ સ્થિતીઓનો લાભ મળશે. જ્યારે ભારતીય બોલરોએ તેના થી તાલમેલ સર્જવો પડશે. આ સ્થિતીને જોતા મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે પણ ટીમ ઇન્ડીયાને સતર્ક કર્યુ છે. ઉછાળ ભરેલી પિચો જોઇને […]

ઉછાળ જોઇ આ ભૂલ ના કરી બેસે ભારતીય બોલરો, કપિલ દેવે આપી મહત્વપૂર્ણ સલાહ

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ગુરુવારથી ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થઇ રહ્યો છે. બંને ટીમો ને તેમના ઝડપી બોલરો પર ખૂબ જ દારોમદાર રહેશે. ઓસ્ટ્રેલીયાના બોલરોને તેમની ઘરેલુ સ્થિતીઓનો લાભ મળશે. જ્યારે ભારતીય બોલરોએ તેના થી તાલમેલ સર્જવો પડશે. આ સ્થિતીને જોતા મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે પણ ટીમ ઇન્ડીયાને સતર્ક કર્યુ છે. ઉછાળ ભરેલી પિચો જોઇને ઉત્તેજનામાં ભૂલ ના થાય એ માટે કપિલ દેવે પણ સલાહ આપી છે. તેમણે પોતાના મજબુત પક્ષને ધ્યાને રાખીને બોલીંગ કરવા માટે કહ્યુ છે.

ભારતીય ટીમ પાસે મહંમદ શામી, જસપ્રિત બુમરાહ અને ઉમેશ યાદવ જેવા અનુભવી ઝડપી બોલર છે. જેમણે પાછલી સીરીઝ દરમ્યાન ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. જોકે સિનીયર બોલર ઇશાંત શર્માની ખોટ જરુર વર્તાશે. તેના સ્થાને સિરાજ અને નવદિપ સૈની બંને નવા બોલર છે. તેમની પાસે ટેસ્ટનો એટલો અનુભવ નથી. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ઝડપી બોલર કપિલ દેવે ટીમ ઇન્ડીયાના બોલરોની તારીફ કરી છે. તેમણે કહ્યુ છે કે, આપણાં ઝડપી બોલરોને ઓસ્ટ્રેલીયાની પિચો પર બોલીંગ કરવાની આદત નથી. એમ થઇ શકે છે કે પિચ પર ઉછાળ જોઇને ઉત્તેજીત થઇને શોર્ટ બોલીંગ કરતા રહે. તેમના માટે મહત્વનુ છે કે પોતાની ઝડપ અને તાકાતને સમજે. હાલના સમયમાં આપણી પાસે શાનદાર બોલીંગ એટેક છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કપિલનુ આ બયાન ટીમ ઇન્ડિયાના માટે મહત્વપૂર્ણ થઇ શકે છે. કારણ કે હાલમાં જ ઓસ્ટ્રેલીયાના બોલરોએ કહ્યુ હતુ કે, જરુરત પડવા પર શોર્ટપીચ અને બાઉન્સર બોલનો ઉપયોગ વધારે કરીશુ. આ સ્થિતીમાં ક્યાંક ભારતીય બોલરો પણ તેમના થી પ્રભાવિત થઇને શોર્ટ બોલ કરવા ના લાગે. નહીતર ઉલ્ટી અસર જોવા મળી શકે છે. કારણ કે ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોને સામાન્ય રીતે શોર્ટ બોલ રમવા પર કોઇ જ પરેશાનની સામનો કરવો પડતો નથી.

Next Article