Discus throw : ઓલિમ્પિકની ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌરની હાર , ભારતને મળી નિરાશા

|

Aug 02, 2021 | 7:12 PM

ટોક્યો ઓલિંમ્પિક (Tokyo Olympics)નાં ડિસ્કસ થ્રો સ્પર્ધામાં ભારતની કમલપ્રીત કૌરે (Kamalpreet Kaur) પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા હતા.  પરંતુ આજે રમાયેલી મેચમાં કમલપ્રીત કૌર મેડલ રેસમાંથી બહાર થઈ છે.

Discus throw : ઓલિમ્પિકની ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌરની હાર , ભારતને મળી નિરાશા
Kamalpreet Kaur finishes 6th in discus throw final

Follow us on

કમલપ્રીત કૌર (Kamalpreet Kaur) ઓલિમ્પિકમાં ડિસ્ક્સ થ્રોમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેણે 64 મીટર ના થ્રો સાથે બીજા સ્થાને રહીને આ કમાલ કર્યો હતો. ઓલિમ્પિકમાં મેડલ જીતી ઈતિહાસ સર્જયો છે. પરતુ તેનું મેડલ જીતવાનું સપનું અધરું રહ્યું હતુ.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ચક્ર ફેંક સ્પર્ધામાં, ભારતીય એથલેટ કમલપ્રીત કૌરે (Kamalpreet Kaur) શાનદાર પ્રદર્શનના દમ પર ફાઇનલમાં સ્થાન મેળવી લીધુ હતુ. આ 25 વર્ષીય ખેલાડીએ ચક્ર ફેંકમાં 64 મીટરમાં પોતાનો સર્વ શ્રેષ્ઠ પ્રયાસ સાથે ક્વોલીફાઇ કર્યુ હતુ.

અત્યાર સુધી ભારતે ડીસ્ક થ્રોમાં ઓલિમ્પિકમાં મેડલ મેળવ્યો નથી.કમલપ્રીત કોર પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના બાદલ ગામની રહેવાસી છે. કમલપ્રીત 2016માં અંડર-18 અને અંડર-20 રાષ્ટ્રીય ચૈમ્પિયન રહી ચૂકી છે.2019માં દોહામાં થયેલા એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં તે 5માં સ્થાને રહી હતી.કમલપ્રીત છેલ્લાં ત્રણ વર્ષથી સતત મહેનત કરીને ઑલિમ્પિક સુધી પહોંચી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કમલપ્રિત કૌર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ની પ્રશંસક છે. તેણે કહ્યુ હતુ કે, તેનામાં એક બેટ્સમેનના રુપમાં ક્રિકેટ રમવાની સ્વાભાવિક પ્રતિભા છે. કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમ્યાન મનોવૈજ્ઞાનિક પડકાર ને પાર પાડવા માટે, તેણે ગત વર્ષે ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવવો શરુ કર્યો હતો.

તેણે કહ્યુ હતુ કે, હું ચક્ર ફેંક નથી છોડી રહી, આ મારો પ્રથમ ઝનૂન છે. હું સોમવારે મેડલ જીતીને ભારતીય એથલેટીક્સ સંદ અને ભારતીય રમતગમત ઓથોરીટીનુ કર્જ ચુકવવા માંગુ છુ. તેમણે મારા પ્રશિક્ષણ, પ્રતિયોગિતા માટે કોઇ કસર નથી છોડી.

કમલપ્રીતે એક મીડિયા રીપોર્ટમાં કહ્યુ હતુ કે, ઓલિમ્પિક બાદ વિશ્વ ચેમ્પિયનશીપ 2020 અને એશિયાઇ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવા ઇચ્છુ છું. હુ કોઇક દિવસ કેટલીક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવા ઇચ્છુ છું. તે મારુ બીજુ ઝનૂન છે.સ હું એથલેટીક્સ જારી રાખીને ક્રિકેટ રમી શકુ છું. મે મારા ગામની આસપાસના સ્થાનો પર ક્રિકેટ રમી છે. મને લાગે છે કે, મારામાં ક્રિકેટ રમવાની નૈસર્ગીક પ્રતિભા છે.

આ પણ વાંંચો : Chinese Taipei : પી.વી સિંધુની ફૈન બની વર્લ્ડ નંબર વન શટલર, ચાઇનીઝ તાઇપેઇની ખેલાડીએ કહ્યું સિંધુએ મને પ્રોત્સાહન આપ્યું

Published On - 6:51 pm, Mon, 2 August 21

Next Article