Rowing championship accident : સિલ્વર મેડલ વિજેતા ખેલાડી રેસ બાદ બેહોશ થઈ પાણીમાં પડી, જીવ બચાવનારાનો આભાર માન્યો

|

Dec 13, 2021 | 3:59 PM

જુનિયર નેશનલ રોઈંગ ચેમ્પિયનશિપમાં મહિલા વર્ગની ઈવેન્ટ બાદ આ અકસ્માત થયો હતો. સિલ્વર મેડલ જીતનાર ખેલાડીએ મેડલ જીતવા માટે પૂરો જોર લગાવ્યો હતો.

Rowing championship accident : સિલ્વર મેડલ વિજેતા ખેલાડી રેસ બાદ બેહોશ થઈ પાણીમાં પડી, જીવ બચાવનારાનો આભાર માન્યો
Rowing Championship

Follow us on

Rowing Championship : ભારતની Drippriya Paul 12 ડિસેમ્બરે જુનિયર નેશનલ રોઈંગ ચેમ્પિયનશિપ(Junior National Rowing Championship) માં સિંગલ્સ સ્કલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જો કે, સ્પર્ધાના થોડા સમય પછી તે રેસને કારણે ખૂબ જ થાકી ગઈ હતી અને તેના કારણે તે બેહોશ થઈ ગઈ. પછી તે પાણીમાં પડી ગઈ . લાઇફગાર્ડ કાનવ કાત્યાલે (Lifeguard Kanav Katyal)તેને પાણીમાંથી બહાર કાઢી અને તેનો જીવ બચાવ્યો. Drippriya Paul જે બંગાળની છે, તે 1000 મીટરની રેસમાં મધ્ય પ્રદેશની મોનિકા ભદૌરિયાથી પાછળ હતી. જો કે તેણે પૂરા જોર સાથે કેરળ (Kerala)ની મારિન બેલિંડાને પાછળ છોડી દીધી.

16 વર્ષીય રોવરે તેના અકસ્માત વિશે જણાવ્યું કે રેસ પછી તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. તે પછી તે હોશમાં ન હતી. તેણે જીવ બચાવનારા લોકોનો આભાર માન્યો. Drippriya Paulને બચાવનાર લાઇફગાર્ડ કનવ કાત્યાલે (Lifeguard Kanav Katyal) જણાવ્યું કે, પરિસ્થિતિ બહુ ડરામણી નહોતી.

બીજી વખત નેશનલ મેડલ જીત્યો

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

Drippriya Paulએ ઘણી રમતોમાં પોતાનો હાથ અજમાવ્યો છે. તે માર્શલ આર્ટ, સ્વિમિંગમાં ભાગ લેતી રહી છે. તેણે કાલરીપાયટ્ટુ અને કરાટેમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. જોકે, બાદમાં રોઈંગમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. Drippriya Paulએ રાષ્ટ્રીય કક્ષાએ બીજી વખત રોઈંગમાં મેડલ જીત્યો છે. અગાઉ વર્ષ 2019માં તેણે સબ-જુનિયર સ્તરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સવારે 3 વાગે ઉઠે છે અને પ્રેક્ટિસ કરે છે

Drippriya Paulની ઊંચાઈ બહુ લાંબી નથી. તે પાંચ ફૂટ અને બે ઇંચ ઉંચી છે. આ કારણે તેને રોઈંગમાં વધારે મદદ મળતી નથી. ઉલટું ઘણી તકલીફ પડે છે. પરંતુ તેને રોઇંગનો શોખ છે. આ કારણે, તે આ રમતમાં ભાગ લે છે. તે કહે છે કે તે રોઇંગમાં નામ બનાવવા માટે સખત મહેનત કરી રહી છે. દિકપ્રિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે તેની માતા રાત્રે 2.30 વાગ્યે ઉઠે છે. પછી ત્રણ વાગ્યે તે પોતે જ ઉઠે છે. Drippriya Paul સવારે દોઢ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરે છે. પછી તે ઓનલાઈન ક્લાસ લે છે. તે હાલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે.

આ પણ વાંચો : IND vs SA : દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ચિંતાજનક સમાચાર, મુંબઈમાં ટ્રેનિંગ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત

Next Article