T20 World Cup: જીત બાદ પણ Jimmy Neeshan શાંત બેઠો, ઉજવણી ન કરી, ટ્વીટ કરી કારણ જણાવ્યું

|

Nov 11, 2021 | 1:45 PM

ન્યુઝીલેન્ડે પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે જ્યાં તેનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલ મેચના વિજેતા સાથે થશે.

T20 World Cup: જીત બાદ પણ Jimmy Neeshan શાંત બેઠો, ઉજવણી ન કરી, ટ્વીટ કરી કારણ જણાવ્યું
Jimmy Neeshan

Follow us on

T20 World Cup :ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે (New Zealand Cricket Team) બુધવારે રમાયેલી ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021)ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેની જીતમાં જીમી નીશમે(Jimmy Neeshan) મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે છેલ્લી ઓવરમાં 11 બોલમાં 27 રન બનાવ્યા હતા. 18મી ઓવરમાં તે પેવેલિયન પરત ફર્યો અને બીજી જ ઓવરમાં ન્યૂઝીલેન્ડે મેચ પર કબજો જમાવી લીધો.

ટીમ જીતતાની સાથે જ ટીમના બોકસમાં બેઠેલા સૌ લોકો ઝુમી ઉઠ્યા હતા પરંતુ નીશમ તેની જગ્યાએથી સહેજ પણ ખસ્યો નહીં. પેડ બાંધીને પગ લંબાવીને તે એ જ સ્થિતિમાં બેસી રહ્યો. તેના ચહેરા પર પણ કોઈ હાવભાવ ન હતા. તે ખૂબ જ શાંતિથી પોતાની ખુરશીમાં બેસી ગયો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ભાગ્યે જ કોઈ એવો હશે જે તેની ટીમ ફાઇનલમાં પહોંચે ત્યારે તે નાચે નહિ, ભલે તમે તેમાં મોટી ભૂમિકા ભજવી હોય, પરંતુ નીશમે(Jimmy Neeshan) પણ એવું જ કર્યું. તેની નજર મેદાન પર ટકેલી હતી અને તેના ચહેરા પર રાહત પણ દેખાતી હતી પણ હાસ્ય કે લાગણી નહોતી. નીશમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આની વચ્ચે તેણે કહ્યું કે, તે સેલિબ્રેશનમાં કેમ ડૂબેલો નહોતો અને તે આ રીતે ડગઆઉટમાં કેમ બેઠો હતો.

કામ કર્યું નથી

નીશમ (Jimmy Neeshan) ઘણો સમય બેસી રહ્યો. ટીમના ખેલાડીઓ ઉજવણી કરી રહ્યા હતા પરંતુ નીશમ પોતાની જગ્યાએ બેઠો હતો. ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પણ ડગમગ્યો ન હતો પરંતુ તેના ચહેરા પર મોટું સ્મિત હતું. જ્યારે નીશમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો ત્યારે તેણે ટ્વિટર પર પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો અને કહ્યું કે, તેની આંખો સામે શું હતું. નીશમે ટ્વીટ કર્યું, “કામ પૂરું થઈ ગયું છે ને ? મને એવું નથી લાગતું.”

આ ટ્વીટનો સ્પષ્ટ અર્થ છે કે, નીશમ (Jimmy Neeshan) ની નજર ફાઈનલ જીતીને વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડવા પર છે ફાઈનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અથવા પાકિસ્તાન સાથે થશે. આ બંને ટીમો આજે બીજી સેમિફાઇનલ મેચ રમશે. ન્યુઝીલેન્ડે પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. જો કે અગાઉ તે ODI વર્લ્ડ કપની ફાઈનલ રમી ચૂકી છે. કિવી ટીમે 2015 અને 2019માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ જીત હાંસલ કરી શકી ન હતી.

આ પણ વાંચો : Afghan Refugees: તાલિબાનના ડરથી 3,00,000 લોકો અફઘાનિસ્તાનથી ઈરાન પહોંચ્યા, યુરોપમાં સર્જાઈ શકે છે સંકટ

Next Article