ઇંગ્લેંડ સામે 9 નંબરે આવી સદી ફટકારનાર જયંત યાદવ લગ્ન બંધનથી જોડાયો, જુઓ તસ્વીરો

|

Feb 17, 2021 | 9:47 AM

ટીમ ઇન્ડીયાના ક્રિકેટર જયંત યાદવ (Jayant Yadav) એ દિશા ચાવલા (Disha Chawla) સાથે લગ્ન કરી લીધા છે. જયંત યાદવે ઇન્સ્ટાગ્રામ દ્રારા લગ્નની તસ્વીરો શેર કરી છે. ફોટો શેર કરીને જયંત એ લખ્યુ છે શ્રેષ્ઠ સંગાથે. જંયત અને દિશા બંને પાછલા કેટલાક સમય થી બંને એક બીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ નવેમ્બર 2019માં સગાઇ કરી હતી.

1 / 5

2 / 5
જયંત યાદવ ટીમ ઇન્ડીયા વતી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી એક વન ડે અને ચાર ટેસ્ટ મેચ રમ્યો છે. તેના નામે ખાસ રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં દર્જ છે. તેણે ઇંગ્લેંડ સામે ભારત તરફ થી રમતા 9 નંબર પર બેટીંગ કરીને સદી ફટકારી હતી. આમ કરવા વાળો તે એક માત્ર ક્રિકેટર છે. તેના નામે એક હાફ સેન્ચ્યુરી પણ છે.

3 / 5
જયંત યાદવ IPL માં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indian) ની ટીમનો હિસ્સો છે. મુંબઇ ઇન્ડીયન્સે પણ નવયુગલની શાનદાર તસ્વીર સોશિયલ મિડીયામાં શેર કરી છે.

4 / 5
જયંતના ખાતામાં ચાર ટેસ્ટ મેચ દરમ્યાન 11 વિકેટ અને 228 રન નોંધાયેલા છે. તેની બેટીંગ એવરેજ 45.60 ની છે. તે સ્પિન બોલીંગ કરવાની સાથે સાથે સારી બેટીંગ પણ કરી લે છે.

5 / 5
વન ડે ક્રિકેટમાં તેણે એક માત્ર મેચ ન્યુઝીલેન્ડ સામે રમી હતી. જેમાં ભારતે 190 રન થી શાનદાર જીત મેળવી હતી. જેમાં જયંતે ચાર ઓવર નાંખીને માત્ર આઠ રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. તેણે માર્ટિન ગાપ્ટિલ (Martin Guptill) ને ખાતુ ખોલાવ્યા વિના જ પરત મોકલ્યો હતો.

Published On - 9:38 am, Wed, 17 February 21

Next Photo Gallery