Jasprit Bumrah સંગ Sanjana Ganesanનાં આજે ગોવામાં લગ્ન યોજાયા, જુઓ તસ્વીરો

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) લગ્નના બંધને બંધાઇ ચુક્યો છે. બુમરાહ એ મશહુર સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે ગોવામા લગ્નના બંધને બંધાયો છે.

Jasprit Bumrah સંગ Sanjana Ganesanનાં આજે ગોવામાં લગ્ન યોજાયા, જુઓ તસ્વીરો
Jaspreet Bumrah and Sanjana Ganesan marriege
| Edited By: | Updated on: Mar 15, 2021 | 5:30 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) લગ્નના બંધને બંધાઇ ચુક્યો છે. બુમરાહ એ મશહુર સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે ગોવામા લગ્નના બંધને બંધાયો છે. જેની જાણકારી પણ ખુદ ક્રિકેટર બુમરાહ એ આપી છે. બુમરાહ એ પોતાના લગ્નની તસ્વીરોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને લઇને લઇને ફેંસ પણ તેને ખૂબ શુભેચ્છાઓ પાઠવવામા આવી છે.

હાલમાં જ બુમરાહ અને સંજનાના લગ્નને લઇને અનેક પ્રકારની અટકળો સોશિયલ મીડિયા પર થવા લાગી હતી. આ દરમ્યાન બંનેના લગ્નો પણ સોમવારે થનારા હોવાની અટકળો પણ વર્તાવા લાગી હતી. આજે બપોરે બુમરાહ એ અફવાહોથી પડદો ઉઠાવી લીધો હતો,. તેણે લગ્નની તસ્વીરો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. બુમરાહ એ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યુ હતુ કે, પ્યાર જો આપને યોગ્ય લાગતો હોય તો, તે આપને પાઠ્યક્રમને નિર્દેશિત કરે છે.

બુમરાહે આગળ પણ લખ્યુ છે કે, પ્યાર થી પ્રેરિત થઇને, અમે એક સાથે એક નવી યાત્રા શરુ કરી છે. આજે અમારા જીવનની સૌથી વધારે ખુશીઓના દિવસોમાંથી એક છે. અમે પોતાના લગ્નની ખબર અને પોતાની ખુશીઓને આપની સમક્ષ જાહેર કરતા ધન્યતા અનુભવીએ છીએ.

સંજના ગણેશન એક સ્પોર્ટસ એંકર છે અને જેણે એન્જીયરીગ કર્યુ હતુ. તેણે કેરિયરની શરુઆત એક ટીવી શો થી કરી હતી. જેમાં સંજનાને તેના લુકને લઇને ખૂબ વાહ વાહી મળી હતી. તેના બાદ તેણે મોડલીંગની દુનિયામાં પણ પ્રયાસ કર્યો હતો. વર્ષ 2014 માં મિસ ઇન્ડીયાની ફાઇનલ સુધીની સફર કરી હતી. સંજના એ સ્પોર્ટસ એંકર તરીકે આઇપીએલ અને આઇસીસી ની અનેક ટુર્નામેન્ટને કવર કરી હતી. સંજના કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમની એંકર પણ રહી ચુકી છે.

રિપોર્ટ મુજબ, પુરા લગ્નની ખૂબ વ્યક્તિગત અને મીડિયા લાઇમ-લાઇટ થી દુર રાખવામાં આવી રહ્યુ છે. આ લગ્ન સમારોહમાં બંને પરિવારોના નજીકના સગા સંબંધીઓ અને મિત્રો સામેલ થઇ રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, લગ્નમાં સામેલ થઇ રહેલા મહેમાનોને પોતાના મોબાઇલ ફોન નહી લાવવા માટે પણ કહેવામાં આવ્યુ છે. જે લગ્નનો સમારોહ ની પ્રાઇવસી જળવાઇ રહે અને મીડિયા તેમજ સોશિયલ મીડિયાની પહોંચથી પણ દુર રહે.