ISL-7: એક જ મીનીટમાં સાંટાનાએ બે ગોલ કરતા હૈદરાબાદની જીત, ઇસ્ટ બંગાળની ચોથી હાર થઇ

|

Dec 16, 2020 | 8:46 AM

ઇંન્ડીયન સુપર લીગ દરમ્યાન પ્રતિષ્ઠીત ક્લબ એસસી ઇસ્ટ બંગાળને જીત માટે એક વાર ફરી રાહ જોવી પડશે. હૈદરાબાદ એફસીએ એ ઇસ્ટ બંગાળને 3-2 થી હાર આપી હતી. હૈદરાબાદ માટે કેપ્ટન એરિડેન સાંટાના એ ફક્ત એક મિનીટમાં બે ગોલ કર્યા હતા. જેના થી ટીમની જીત નક્કિ થઇ હતી. આ જીત સાથએ જ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં પાંચમાં […]

ISL-7: એક જ મીનીટમાં સાંટાનાએ બે ગોલ કરતા હૈદરાબાદની જીત, ઇસ્ટ બંગાળની ચોથી હાર થઇ

Follow us on

ઇંન્ડીયન સુપર લીગ દરમ્યાન પ્રતિષ્ઠીત ક્લબ એસસી ઇસ્ટ બંગાળને જીત માટે એક વાર ફરી રાહ જોવી પડશે. હૈદરાબાદ એફસીએ એ ઇસ્ટ બંગાળને 3-2 થી હાર આપી હતી. હૈદરાબાદ માટે કેપ્ટન એરિડેન સાંટાના એ ફક્ત એક મિનીટમાં બે ગોલ કર્યા હતા. જેના થી ટીમની જીત નક્કિ થઇ હતી. આ જીત સાથએ જ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર પહોંચી ગયુ હતુ. જ્યારે ઇસ્ટ બંગાળ હજુ પણ 11 ટીમોમાં સૌથી તળીયે છે.

હૈદરાબાદની 5 મેચમોમાં આ બીજી જીત છે. ટીમે અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી, ત્રણ મેચ ડ્રો રમી હતી. આમ પાંચ મેચોમાં તેને 9 પોઇન્ટ થયા છે. બીજી તરફ પાછળની મેચ ડ્રો થતા ઇસ્ટ બંગાળને એક પોઇન્ટ હાંસલ થયો હતો. જોકે ટીમને અત્યાર સુધી જીત નથી મળી. જોકે આ મેચ સાથે જ ઇસ્ટ બંગાળે લીગમાં પ્રથમ ગોલ જરુર કરી શક્યુ છે. ઇસ્ટ બંગાળે શાનદાર શરુઆત કરતા જ 26 મી મીનીટે આગળ થઇ શક્યુ હતુ. જેક્વેસ મેગહોમાએ ટીમને માટે પ્રથમ ગોલ કર્યો હતો. આ પહેલા ટીમ સીઝનમાં એક પણ ગોલ કરી શક્યુ નહોતુ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રથમ હાફમાં હૈદરાબાદ પણ ગોલ કરવામાં સફળ રહી શક્યુ નહોતુ. પરંતુ બીજા હાફની શરુઆત હૈદરાબાદ તરફથી આક્રમક રહી હતી. સાંટાનાએ 56 મી મીનીટે ગોલ કરીને બરાબરી કરી હતી. ઇસ્ટ બંગાળને હજુ સંભાળવાનો મોકો જ મળ્યો નહોતો, એક જ મીનીટમાં બીજો ગોલ સાંટાનાએ કરી દીધો હતો. આમ ટીમ 2-1 થી આગળ થઇ હતી. જ્યારે સાંટાનાનો સિઝનમાં આ ચોથો ગોલ હતો. હાલીચરણ નારઝારે ગોલ કરતા ટીમ 3-1 પર પહોંચી શકી હતી. જોકે ઇસ્ટ બંગાળ તરફ થી મેગહોમાએ બીજો ગોલ કરતા સ્કોર 3-2 થઇ શક્યો હતો. જોકે અંતમાં જીત તો હૈદરાબાદના પક્ષે જ રહી શકી હતી.

Next Article