ISL-7: મુખ્ય કોચે નિવેદનમા ‘રેપ’ શબ્દનો ઉપયોગ કરતા ઓડિશા એફસીએ તગેડી મુક્યો

|

Feb 04, 2021 | 9:48 AM

ઇન્ડીયન સુપર લીગ (ISL ) ક્લબ ઓડિશા એફસી (Odisha FC) એ તેના મુખ્ય કોચ સ્ટુઅર્ટ બૈકસ્ટર (Stuart Baxter) ને ડિસમીસ કરી દીધા છે. લીગમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહેલી ઓડિશાની ટીમના મેનેજર બૈક્સટર ને ટીમની વર્તમાન સ્થિતીને બદલે તેમના એક વિવાદીત નિવેદન બદલ તેમની સાથે નો કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવાયો છે.

ISL-7: મુખ્ય કોચે નિવેદનમા રેપ શબ્દનો ઉપયોગ કરતા ઓડિશા એફસીએ તગેડી મુક્યો
Coach Stuart Baxter

Follow us on

ઇન્ડીયન સુપર લીગ ( ISL ) ક્લબ ઓડિશા એફસી (Odisha FC) એ તેના મુખ્ય કોચ સ્ટુઅર્ટ બૈકસ્ટર (Stuart Baxter) ને ડિસમીસ કરી દીધા છે. લીગમાં સૌથી ખરાબ પ્રદર્શન કરી રહેલી ઓડિશાની ટીમના મેનેજર બૈક્સટર ને ટીમની વર્તમાન સ્થિતીને બદલે તેમના એક વિવાદીત નિવેદન બદલ તેમની સાથે નો કોન્ટ્રાક્ટ ખતમ કરી દેવાયો છે. બૈકસ્ટરે ગત સોમવારે જમશેદપુર એફસી (Jamshedpur FC) ની સામે પોતાની ટીમની હાર બાદ રેફરીના નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, તેમની ટીમને મેચમાં પેનલ્ટી હાંસલ કરવા માટે યાતો બળાત્કાર કરવો પડશે અથવા ખુદને બળાત્કારનો શિકાર થવુ પડશે.

ISL-7 ની પોઇન્ટ ટેબલમાં ઓડિશાની ટીમ હાલમાં સૌથી નિચેના સ્ટેજ પર છે. ટીમ એ 14 મેચમાં માત્ર એક જ જીત મેળવી છે. જ્યારે 8 પોઇન્ટ સાથે ટીમ સૌથી નિચે 11માં સ્થાન પર છે. આવામાં ટીમના ખરાબ પ્રદર્શનને લઇને બૈકસ્ટર પહેલાથી જ દબાણમાં છે. સાથે જ હવે પોતાના નિવેદન થી મોટી આફત વહોરી લીધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોમવારે લીગમાં પોતાની 14મી મેચમાં ઓડિશા એ જમશેદપુર સામે 1-0 થી હાર સહન કરવી પડી હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ટીમના કોચ બૈકસ્ટર એ રેફરી ના નિર્ણયો પર નારાજગી દર્શાવી હતી. તેમણે કહ્યુ હતુ કે, મેચમાં નિર્ણયો તમારી તરફ હોવા જોઇએ, પરંતુ નિર્ણય તેવા નહોતા થયા. મને નથી ખબર કે અમને કેવી પરિસ્થીતીમાં પેનલ્ટી મળશે. પેનલ્ટી હાંસલ કરવા માટે કદાચ અમારા કોઇ ખેલાડીએ કોઇનો બળાત્કાર કરવો પડશે અથવા ખુદે તેનો શિકાર થવો પડશે.

બૈકસ્ટરના આ નિવેદન બાદ ક્લબ દ્રારા માફી માંગવી પડી હતી. દરમ્યાન બૈકસ્ટરના વિવાદીત નિવેદનને લઇને ક્લબ દ્રારા આકરુ પગલુ ઉઠાવતા તેમને પદ પર થી હટાવી દેવામાં આવ્યા હતા. બૈકસ્ટરને દુર કરી દેવાની જાણકારી આપતા ઓડિશા એફસી એ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ, ઓડિશા એફસી એ મુખ્ય કોચ સ્ટુઅર્ટ બૈકસ્ટરને તાત્કાલિક અસર થી બર્ખાસ્ત કરી દીધા છે. સિઝનની બાકીની મેચો માટે જલ્દીથી એક અંતરિમ કોચની ધોષણાં કરવામાં આવશે. જોકે ત્યાર બાદ આસીટન્ટ કોચ ગેરાલ્ડ ને આ જવાબદારી સોંપી દેવામાં આવી હતી.

સમાચાર એજન્સી IANS મુજબ, ઓડિશા એફસી ના માલિક રોહન શર્મા એ પણ આ વાતની પુષ્ટી કરતા કહ્યુ હતુ કે, રેપ શબ્દનો ઉપયોગ કરવાને લઇને તેમને હટાવી દેવાયા છે. તેમણે કહ્યુ કે ટીમના ફોર્મને કારણે તેમને દુર નથી કરવામાં આવ્યા નથી.

67 વર્ષના બ્રિટીશ ફુટબોલ મેનેજર બૈકસ્ટરને પાછલા વર્ષે જૂન માસમાં જ ઓડિશા એફસી ના મુખ્ય કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. સોમવારે તેમને નિવેદન બાદુ તુરત જ ક્લબે ટ્વીટર મારફતે માફી માંગી લીધી હતી. તે વખતે કહયુ હતુ કે, આજની મેચ બાજ મુખ્ય કોચ સ્ટુઅર્ટ બૈકસ્ટર દ્રારા કરવામાં આવેલી ટીપ્પણીઓથી ક્લબ નિરાશ છે. તે પુર્ણ રીતે અસ્વિકાર્ય છે, જે ક્લબના મૂલ્યોને નથી દર્શાવતુ. અમે ઓડિશા એફસી તરફ થી માંફી માંગીએ છીએ અને ક્લબ મેનેજમેન્ટ આ મામલાને આંતરિક રીતે સુલઝાવશે.

Next Article