IPL New Teams Auction Updates :ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અમદાવાદ અને લખનૌ બે નવી ટીમો રમતી જોવા મળશે,હવે 10 ટીમો વચ્ચે જંગ જામશે

|

Oct 25, 2021 | 8:29 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે નવી ટીમની જાહેરાત કરી છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે. તો CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

IPL New Teams Auction Updates :ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અમદાવાદ અને લખનૌ બે નવી ટીમો રમતી જોવા મળશે,હવે 10 ટીમો વચ્ચે જંગ જામશે
IPL

Follow us on

IPL New Teams Auction Updates : આઈપીએલના ઈતિહાસમાં આજનો દિવસ મોટો છે કારણ કે આજે આઈપીએલને બે નવી ટીમો મળી છે. IPL 2022 (Indian Premier League)સીઝનમાં 8 નહીં પણ 10 ટીમો જોવા મળશે અને આજે બે નવી ટીમો માટે બોલી લાગી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

આરપીએસજી ગ્રુપે (RPSG Group)હરાજીમાં લખનૌ (Lucknow) ફ્રેન્ચાઇઝી જીતી હતી જ્યારે સીવીસી કેપિટલ પાર્ટનર્સે (CVC Capital Partners)અમદાવાદ ( (Ahmedabad) )ફ્રેન્ચાઇઝી કબજે કરી હતી.સંજીવ ગોયન્કા (Sanjiv Goenka)ની માલિકીની RPSG જૂથે 7,090 કરોડની બોલી સાથે લખનૌ ફ્રેન્ચાઇઝીનો દાવો કર્યો છે. સીવીસી કેપિટલ પાર્ટનર્સને 5,166 કરોડની બોલી સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝી મળી છે. દુબઈમાં કુલ 10 પક્ષો મેદાનમાં ઉતર્યા હતા.

હવે 10 ટીમો વચ્ચે જંગ જામશે

IPLની 2 નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે, 10 ટીમો 2022 થી 8 ને બદલે IPL માં એકબીજા સામે રમતી જોવા મળશે. આ ટીમો અમદાવાદ અને લખનૌ છે.

BCCI ને કરોડનો ફાયદો થશે

IPL (Indian Premier League)ની 2 નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આઈપીએલમાં 2022થી 8ની જગ્યાએ 10 ટીમો એકબીજા સામે રમતા જોવા મળશે. આ ટીમો અમદાવાદ અને લખનૌ છે. એટલે કે BCCIને બંને ટીમો પાસેથી  કરોડ રૂપિયા મળ્યા.  સંજીવ ગોએન્કાએ કહ્યું કે, તે IPLમાં પરત ફરીને ખુશ છે. આ તો માત્ર શરૂઆત છે. અમે સારી ટીમ બનાવીશું. આ પહેલા ગ્રુપે પુણેથી ટીમ ખરીદી હતી. આ ટીમ 2016 અને 2017માં પણ આઈપીએલમાં રમી હતી.

આ પહેલીવાર નથી કે લીગમાં 10 ટીમો હશે. 2011માં પણ 10 ટીમો IPL (Indian Premier League)માં રમી હતી. તે સમયે, કોચી ટસ્કર્સ કેરળ અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઇઝી લીગનો ભાગ બન્યા હતા. આઈપીએલની બે નવી ટીમોની રેસમાં 6 શહેરો હતા. જેમાં અમદાવાદ, લખનૌ, કટક, ગુવાહાટી, ધર્મશાળા અને ઈન્દોરના નામો હતા. જોકે, સૌથી મજબૂત દાવેદાર અમદાવાદ (Ahmedabad) હતું. આનું મોટું કારણ આ વર્ષે વિશ્વમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (Cricket Stadium)હતું. આ સ્ટેડિયમની દર્શક ક્ષમતા 1 લાખથી વધુ છે. આ સિવાય લખનૌનું નામ પણ આ યાદીમાં મોખરે હતું. આ શહેરમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ પણ છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આ બે વિશાળ સ્ટેડિયમનો ઉપયોગ કરવા માંગે છે, કારણ કે દર્શકોની દ્રષ્ટિએ આ બંને શહેરો વધુ કમાણી કરશે. આ સિવાય આ બંને રાજ્યોમાં ક્રિકેટ ખૂબ લોકપ્રિય છે..

આ પણ વાંચો : Aryan Khan Drug Case: મારા પિતાનું નામ દાઉદ નથી, જ્ઞાનેશ્વર છે, સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચે હવે આરપાર, ટીવી 9 પાસે EXCLUSIVE કાગળો

 

Published On - 7:42 pm, Mon, 25 October 21

Next Article