IPL Mega Auction 2022: Indian Premier League 2022માં આટલા ભારતીય ખેલાડી પર બોલી લાગશે

|

Dec 07, 2021 | 9:18 AM

અમે તમને જણાવીશું કે, કેટલા ભારતીય ખેલાડીઓ બોલી લાગવા જઈ રહી છે. BCCIના નિયમો અનુસાર, એક ટીમના કોર્ટમાં વધુમાં વધુ 24 ખેલાડીઓ હોઈ શકે છે. તે જ સમયે, ઓછામાં ઓછા 18 ખેલાડીઓને ટીમો રાખવા પડશે.

IPL Mega Auction 2022: Indian Premier League 2022માં આટલા ભારતીય ખેલાડી પર બોલી લાગશે
IPL Mega Auction

Follow us on

IPL Mega Auction 2022:IPL 2022ની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. તમામ ટીમોએ રિટેન્શન લિસ્ટ (Retention list)પણ બહાર પાડ્યું છે. આ વખતે ટીમોએ ઘણા એવા ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમની શક્યતા ન હતી. તે જ સમયે, કેટલાક એવા ખેલાડીઓ પણ રિલીજ કરવામાં આવ્યા હતા, જેમને રિટન કરવાની શક્યતાઓ પૂર્ણ દેખાતી હતી. આજે અમે તમને જણાવીશું કે, કેટલા ભારતીય ખેલાડી (Indian player)ઓ બોલી લાગવા જઈ રહ્યી છે. બીસીસીઆઈના નિયમો (BCCI rules)અનુસાર એક ટીમના પલડામાં વધુમાં વધુ 24 ખેલાડીઓ હોઈ શકે છે. તે જ સમયે, ઓછામાં ઓછા 18 ખેલાડીઓને ટીમો રાખવા પડશે.

જો તમામ ટીમો નિયમ અનુસાર પોતાની ટીમમાં વધુમાં વધુ ખેલાડીઓનો સમાવેશ કરે છે તો હરાજીમાં 240 ભારતીય ખેલાડીઓને ખરીદવામાં આવશે. જ્યારે તમામ ટીમો તેમની ટીમમાં ઓછામાં ઓછા ખેલાડી (Player)ઓ રાખે છે, તો 180 ખેલાડીઓ ખરીદવામાં આવશે. આવો આપણે તમામ ટીમો પર એક નજર કરીએ કે હરાજીમાં જતા પહેલા ટીમોના મનમાં શું હોઈ શકે છે.

1 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: RCBએ IPL 2022 માટે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં બે ભારતીય અને એક વિદેશી ખેલાડી છે. જો RCB વધુમાં વધુ 24 ખેલાડીઓ રાખશે તો આ બે ખેલાડીઓ સિવાય 14 ખેલાડીઓને હરાજીમાં ખરીદી શકાશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

2 મુંબઈ ઈન્ડિયન્સ: MI એ IPL 2022 માટે 4 ખેલાડીઓને રિટેન કર્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે 3 ભારતીય અને એક વિદેશી ખેલાડીને રિટેન કર્યો છે. જો MI ટીમમાં વધુમાં વધુ 24 ખેલાડીઓ રાખશે તો મુંબઈ ઈન્ડિયન્સ આ ત્રણ ખેલાડીઓ સિવાય 15 ભારતીય ખેલાડીઓને હરાજીમાં ખરીદી શકે છે.

3 પંજાબ કિંગ્સ: પંજાબ કિંગ્સે IPL 2022 માટે બે ખેલાડીઓને રિટેન કર્યા છે. બંને ખેલાડીઓ ભારતીય છે. જો પંજાબ કિંગ્સ ટીમમાં 24 ખેલાડીઓ રાખે છે તો આ બે ખેલાડીઓ સિવાય તેઓ 15 ભારતીય ખેલાડીઓને હરાજીમાં ખરીદી શકે છે.

4 સનરાઇઝર્સ હૈદરાબાદ: SRH એ IPL 2022 માટે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. આમાં બે ભારતીય અને એક વિદેશી છે. જો SRH ટીમમાં 24 ખેલાડીઓ રાખે છે, તો આ બે ખેલાડીઓને છોડીને 15 ખેલાડીઓ ખરીદી શકે છે.

5 ચેન્નાઈ સુપર કિંગ્સ: CSK એ IPL 2022 માટે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં ત્રણ ભારતીય અને એક વિદેશી ખેલાડી છે. જો CSK ટીમમાં વધુમાં વધુ 24 ખેલાડીઓ રાખે તો 15 ભારતીય ખેલાડીઓને ખરીદી શકાય છે.

6 દિલ્હી કેપિટલ્સ: દિલ્હી કેપિટલ્સે IPL 2022 માટે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં ત્રણ ભારતીય અને એક વિદેશી ખેલાડી છે. જો ડીસી ટીમમાં 24 ખેલાડીઓ રાખે છે, તો આ ત્રણ ખેલાડીઓને છોડીને 14 ભારતીય ખેલાડીઓ ખરીદી શકે છે.

7 કોલકાતા નાઈટ રાઈડર્સ: KKR એ IPL 2022 માટે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં બે ભારતીય અને બે વિદેશી ખેલાડીઓ છે. જો KKR ટીમમાં વધુમાં વધુ 24 ખેલાડીઓ રાખે છે, તો આ બે ખેલાડીઓને છોડીને 16 ભારતીય ખેલાડીઓ ખરીદી શકે છે.

8 રાજસ્થાન રોયલ્સ: RR એ IPL 2022 માટે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં બે ભારતીય અને એક વિદેશી ખેલાડી છે. જો RR ટીમમાં વધુમાં વધુ 24 ખેલાડીઓ રાખે છે, તો આ બે ખેલાડીઓને છોડીને 15 ભારતીય ખેલાડીઓ ખરીદી શકે છે.

આ પણ વાંચો : હિમયુગની દસ્તક: બરફની સફેદ ચાદરથી બદલાઈ ગઈ પહાડ અને ખીણની તસવીર, જાણો પ્રવાસનને ફાયદો થશે?

Next Article