આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી લગ્નને તાંતણે બંધાયો

કલકત્તા નાઇટ રાઇડર્સ ના સ્ટાર બોલર વરુણ ચક્રવર્તી હવે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેણે તેમની મુંબઇની મિત્ર નેહા ખેડેકર સાથે લગ્ન કર્યા છે. વરુણ અને નેહાના લગ્ન પહેલા જ યોજાવાના હતા, પરંતુ કોરોનાને લઇને તે સંભવન થઇ શક્યુ નહોતુ. વરુણ અને નેહા એ પોતાના ધાર્મિક રીત રિવાજ મુજબ ચેન્નાઇમાં જ યોજ્યા હતા. જેમાં તેમના […]

આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી લગ્નને તાંતણે બંધાયો
| Edited By: | Updated on: Dec 13, 2020 | 10:32 AM

કલકત્તા નાઇટ રાઇડર્સ ના સ્ટાર બોલર વરુણ ચક્રવર્તી હવે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેણે તેમની મુંબઇની મિત્ર નેહા ખેડેકર સાથે લગ્ન કર્યા છે. વરુણ અને નેહાના લગ્ન પહેલા જ યોજાવાના હતા, પરંતુ કોરોનાને લઇને તે સંભવન થઇ શક્યુ નહોતુ.

વરુણ અને નેહા એ પોતાના ધાર્મિક રીત રિવાજ મુજબ ચેન્નાઇમાં જ યોજ્યા હતા. જેમાં તેમના પરિવારજનો અને નજીકના સંબંધીઓ અને નજીકના મિત્રોને જ આમંત્રણ અપાયુ હતુ. લગ્નના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થવા લાગતા હવે તેમના પ્રશંસકો એ પણ શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા છે.

વરુણ ચક્રવર્તીએ આ વર્ષે જ કલકત્તા નાઇટ રાઇડર્સની તરફ થી 13 મેચ રમી હતી. જેમાં તેણે 17 વિકેટ ઝડપી હતી, તે એક માત્ર બોલર હતો જેણે સિઝનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જેના પછી આ મિસ્ટ્રી સ્પિનર કહેવાવા લાગ્યો હતો. તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે પણ પંસદ થયો હતો અને ઇજાને લઇને તે બહાર થયો હતો. કલકત્તા નાઇટ રાઇડર્સે પણ પોતાના આ સ્ટાર બોલરને શુભકામનાઓ પાઠવી છે.

 

https://twitter.com/KKRiders/status/1337788477295869953?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો