IPL Auction 2024માં ગુજરાત ટાઈટન્સ પાસે છે સૌથી વધારે બજેટ, જાણો ઓક્શનની A to Z માહિતી

IPL 2024 Mini Auction Date, Time: આઈપીએલ 2024ના ઓક્શન માટે કુલ 1166 પ્લેયર્સે રજીસ્ટર કરાવ્યુ હતુ. જેમાંથી 333 પ્લેયર્સને આઈપીએલ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 333માંથી 214 ભારતીય પ્લેયર્સ અને 119 વિદેશી પ્લેયર્સ હશે. તેમાંથી 116 પ્લેયર્સ કેપ્ડ અને 215 પ્લેયર્સ અનકેપ્ડ છે.

IPL Auction 2024માં ગુજરાત ટાઈટન્સ પાસે છે સૌથી વધારે બજેટ, જાણો ઓક્શનની A to Z માહિતી
IPL 2024 Auction
Image Credit source: IPL
| Edited By: | Updated on: Dec 16, 2023 | 6:22 PM

ભારતની લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલની 17મી સિઝન માટે 19 ડિસેમ્બરના દિવસે ઓક્શન યોજાશે. આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર ભારતની બહાર દુબઈમાં 10 ફ્રેન્ચાઈઝીઓ બેસ્ટ પ્લેયર્સને ખરીદવા માટે બોલી લગાવશે. જણાવી દઈએ કે આઈપીએલ 2024 ટુર્નામેન્ટ માર્ચ-એપ્રિલ 2024માં શરુ થશે.

આઈપીએલ 2024ના ઓક્શન માટે કુલ 1166 પ્લેયર્સે રજીસ્ટર કરાવ્યુ હતુ. જેમાંથી 333 પ્લેયર્સને આઈપીએલ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 333માંથી 214 ભારતીય પ્લેયર્સ અને 119 વિદેશી પ્લેયર્સ હશે. તેમાંથી 116 પ્લેયર્સ કેપ્ડ અને 215 પ્લેયર્સ અનકેપ્ડ છે. 19 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યાથી આઈપીએલ 2024નું ઓક્શન શરુ થશે.

 

આઈપીએલ 2024 ઓક્શનમાં આ પ્લેયર્સ લાગશે બોલી

  • અનકેપ્ડ પ્લેયર્સ: ભારતીય ખેલાડીઓ કે જેઓ ક્યારેય ટ્વેન્ટી20 ફોર્મેટમાં દેખાયા નથી તેઓ આઈપીએલ ખેલાડીઓની આવી શ્રેણીમાં સૂચિબદ્ધ છે.
  • વિદેશી ખેલાડીઓ: આ ખેલાડીઓ કેપ, અનકેપ્ડ અથવા નજીકના દેશના હોઈ શકે છે.
  • કેપ્ડ પ્લેયર્સઃ ભારતના સૌથી સિનિયર ખેલાડીઓ કે જેઓ અગાઉ આવા ફોર્મેટમાં રમી ચૂક્યા છે તેમને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.

 

કઈ ટીમ પાસે કેટલા સ્લોટ ? કઈ ટીમ પાસે કેટલુ બજેટ  ?

આઈપીએલની 10 ટીમોમાં 77 સ્લોટ ખાલી છે જેમાંથી 30 સ્લોટ વિદેશી પ્લેયર્સ માટે હશે. ગુજરાત ટાઈટન્સ પાસે આઈપીએલ 2024 ઓક્શનમાં સૌથી વધારે 38.15 કરોડનું બજેટ હશે. તેમની પાસે કુલ 8 પ્લેયર્સના સ્લોટ ખાલી છે. હૈદરાબાદ પાસે 34 કરોડ, કોલકત્તા પાસે 32. 7 કરોડ, ચેન્નાઈ પાસે 31.4 કરોડ, પંજાબ પાસે 29.1 કરોડ, દિલ્હી પાસે 28.95 કરોડ, બેંગ્લોર પાસે 23.25 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ પાસે 17.75 કરોડ, રાજસ્થાન પાસે 14.5 કરોડ, લખનઉ પાસે 13.5 કરોડનું બજેટ હશે. 10 ટીમ પાસે કુલ 262.95 કરોડ રુપિયા હશે.

સ્માર્ટ ટીવી, લેપટોપ અથવા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ઓનલાઈન દર્શકો માટે, IPL ઓક્શન 2024 JioCinema વેબસાઈટ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવશે.ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આઈપીએલ ઓક્શન છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, હવે નહીં યોજાય મેચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:20 pm, Sat, 16 December 23