Viral video: “ઉર્વશી રૌતેલાને છોડીશું નહીં…” બોલિવૂડ અભિનેત્રીને જાહેરમાં મળી ધમકી, ઉર્વશીએ પોસ્ટ શેયર કરી આપી પ્રતિક્રિયા

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ આઈપીએલ મેચ દરમિયાન જોવા મળે છે. તેનું નામ ભારતીય ક્રિકેટ રિષભ પંત સાથે પણ જોડવામાં આવે છે. પણ હાલમાં એક ક્રિકેટ ટીમે ઉર્વશીને જાહેરમાં ધમકી આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral video: ઉર્વશી રૌતેલાને છોડીશું નહીં... બોલિવૂડ અભિનેત્રીને જાહેરમાં મળી ધમકી, ઉર્વશીએ પોસ્ટ શેયર કરી આપી પ્રતિક્રિયા
Urvashi rautela
| Edited By: | Updated on: May 14, 2023 | 5:18 PM

IPL 2023નો ક્રેઝ ભારત સહિત આખી દુનિયામાં જોવા મળે છે અને આઈપીએલની મેચો દરમિયાન ભારતીય નેતાઓ અને બોલિવૂડ અભિનેતા-અભિનેત્રીઓ પણ જોવા મળે છે. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ આઈપીએલ મેચ દરમિયાન જોવા મળે છે. તેનું નામ ભારતીય ક્રિકેટ રિષભ પંત સાથે પણ જોડવામાં આવે છે પણ હાલમાં એક ક્રિકેટ ટીમે ઉર્વશીને જાહેરમાં ધમકી આપી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયો દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ દરમિયાનનો છે. ક્રિકેટ ટીમ સેલ્ફી કેમેરામાં પોતાનો વીડિયો શૂટ કરતો જોવા મળે છે. તે કહે છે કે પંત અમે તારી સાથે છીએ, ઉર્વશી રૌતેલાને છોડીશું નહીં. મેદાનમાં ફિલ્ડિંગ કરી રહેલા અક્ષર પટેલ તરફ જોઈને તે કહે છે કે ઝેર ખાઈ લઈશું. આ સમયે અક્ષર પટેલ તે ક્રિકેટ ફેન તરફ નજર કરતો જોવા મળે છે.

ક્રિકેટ ફેને આઈપીએલ મેચ દરમિયાન આપી ધમકી

ઉર્વશી રૌતેલાએ આપ્યું આવું રિએક્શન

તે વ્યક્તિએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વીડિયો શેયર કરીને ઉર્વશી રૌતેલાને ટેગ પણ કર્યું હતું. આ સ્ટોરી જોઈ ગુસ્સામાં આવીને ઉર્વશીએ તે સ્ટોરીને ઈન્સ્ટાગ્રામ પર રિપોસ્ટ કરીને પોતાનો ગુસ્સો પ્રગટ કર્યો હતો. તેણે કહ્યું કે, મારી અટકને ખરાબ ન કરો, તે મારા માટે ખુબ કિંમતી હતો. તેણે ગુસ્સાવાળા ઈમોજી પણ મુક્યા હતા. તેણે લખ્યું હતું કે, શબ્દોનો અર્થ હોય છે અને ઉપનામો શક્તિ અને આર્શીવાદ હોય છે. જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાએ કલાકો બાદ આ સ્ટોરી અને પોસ્ટ હટાવી દીધી હતી. ક્રિકેટ ફેન આ વીડિયોમાં ઉર્વશીની અટક ખોટી બોલતો જોવા મળે છે.

આઈપીએલ 2023માંથી બહાર થનારી પહેલી ટીમ બની દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સના પ્રદર્શન અને કોચિંગ સ્ટાફ પર સિઝનની શરુઆતથી સવાલ ઉઠી રહ્યાં હતા. રિષભ પંત ઈજાગ્રસ્ત થઈ આઈપીએલમાંથી બહાર થતા, ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ, આસિસ્ટન્ટ કોચ શેન વોટસન અને ક્રિકેટ ડાયરેક્ટર ગાંગુલી હતા. આ ત્રણેય ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓના હોવા છતા દિલ્હીની ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી હતી. જેના કારણે તેમની કોચિંગ પર સવાલ ઉઠયા છે.

પોઈન્ટ ટેબલનો હાલ

દિલ્હી કેપિટલ્સની ટીમ 12 મેચમાં માત્ર 4 જીત મેળવી શકી છે. જેમાંથી 8 મેચમાં તેણે કારમી હારનો સામનો કરવો પડયો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમ સતત પાંચ મેચ હારી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ હવે માત્ર 2 મેચ રમીને આઈપીએલમાંથી વિદાય લેશે.

રમતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો