IPL 2022: આઈપીએલની રમતમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારવા વચ્ચે ઉઠતી ચિચિયારીઓ અને હર્ષોલ્લાસથી તમમા ફેન્સ પરિચિત જ હશે તે વચ્ચે આ ચિચિયારીઓ સાથે જે સીધી રીતે સંકળાયેલી રહે છે તે ચીયરલીડર્સ(Cheerleaders) ની ભારતમાં એન્ટ્રી થઈ શકશે કે કેમ તેના પર ચર્ચા ચાલી રહી છે. હાલમાં IPL 2022ની તૈયારી ચાલી રહી છે. IPL 2022 મેગા ઓક્શન(IPL 2022 Mega Auction) ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે અને IPL શેડ્યૂલ (IPL Schedule) આવી શકે છે પરંતુ આ વખતે પણ ચીયરલીડર્સ જોવા મળશે કે કેમ તેના પર પ્રશ્ન છે. વર્ષ 2008માં જ્યારે આઈપીએલની શરૂઆત થઈ ત્યારે ભારતમાં પ્રથમ વખત ચીયરલીડર્સ રમતના મેદાન પર જોવા મળી હતી.
વર્ષ 2019થી ચીયરલીડર્સ IPLમાં જોવા મળી નથી
જો કે આને લઈ ધણો હોબાળો પણ મચ્યો હતો, પરંતુ ઘણા લોકોએ તેને પસંદ પણ કર્યું હતું. એવો પણ દાવો કરવામાં આવે છે કે ઘણા રમતપ્રેમીઓ આઈપીએલ મેચો કરતાં વધુ ચીયરલીડર્સને જોવા જાય છે . ભારતીય રમતગમતના મેદાન પર ડાન્સ કરતી ચીયરલીડર્સ(Cheerleaders)નું એક અલગ જ આકર્ષણ હતું. જોકે વર્ષ 2019થી ચીયરલીડર્સ IPLમાં જોવા મળી નથી.અન્ય દેશોમાંથી પણ ચીયરલીડર્સ આવતી હતી. કેટલીક ચીયરલીડર્સ ભારતની પણ હતી. ચીયરલીડર્સ ક્યાંથી આવશે તે મોટાભાગે IPL ફ્રેન્ચાઇઝી અને ચીયરલીડર્સ લાવનાર એજન્સી પર આધારિત છે.
IPL 2022 ફરીથી ઓમિક્રોનો ભય
આ પછી વર્ષ 2020ની IPL કોરોના મહામારીને કારણે IPLના નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત ચીયરલીડર્સે પણ મેદાનમાં આવવાનું બંધ કરી દીધું હતું. આઈપીએલ પ્રેમીઓને આશા છે કે 2021ની આઈપીએલમાં કદાચ ફરીથી ચીયરલીડર્સ જોવા મળશે પરંતુ કોરોનાની અસર ચાલુ રહી. હવે IPL 2022 ફરીથી ઓમિક્રોનો ભય છે, તેથી તે નિશ્ચિત છે કે, આ વખતે પણ ચીયરલીડર્સ જોવા મળશે નહીં. જે વિદેશી ચીયરલીડર્સ આવતી હતી તેઓ તેમના પોતાના દેશમાં છે. વિદેશમાં તમામ કાર્યક્રમો બંધ હોવાને કારણે તેઓ મુશ્કેલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે જાપાનમાં ઓલિમ્પિક ગેમ્સમાં ચીયરલીડર્સ દેખાય ન હતી,
હવે સવાલ એ ઊભો થાય છે કે IPL અને અન્ય રમતોમાં ચીયરલીડર્સની વાપસી ક્યારે થશે, એ વાત ચોક્કસ છે કે જ્યાં સુધી કોરોનાની અસર રહેશે ત્યાં સુધી ચીયરલીડર્સની વાપસી મુશ્કેલ છે. ઘણા ચીયરલીડર પ્રેમીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે ચીયરલીડર્સ ફરીથી IPL મેદાન પર દેખાય. જો બધું બરાબર રહ્યું તો IPLમાં ચીયરલીડર્સ ફરી દેખાઈ શકે છે.