IPL 2022 RR vs SRH Live Streaming: રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

|

Mar 28, 2022 | 5:24 PM

Rajasthan Royals vs Sunrisers Hyderabad Live Streaming: રાજસ્થાન 2008 થી અને હૈદરાબાદ 2016 થી ટાઈટલ જીતી શક્યું નથી.હવે જોવાનું એ રહેશે કે આ બંને ટીમ જીત સાથે શરૂઆત કરે છે કે નહીં

IPL 2022 RR vs SRH Live Streaming: રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ
rajasthan royals vs sunrisers hyderabad
Image Credit source: Twitter

Follow us on

IPL 2022 : ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની વિજેતા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને 2016ની વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદ(Sunrisers Hyderabad)ની ટીમો મંગળવારથી IPL-2022 (IPL-2022)ની શરૂઆત કરશે. બંને ટીમો જીત સાથે શરૂઆત કરવા ઈચ્છે છે. આ વખતે પણ યુવા બેટ્સમેન સંજુ સેમસન રાજસ્થાનની કેપ્ટનશીપ કરી રહ્યો છે, જ્યારે કેન વિલિયમસન સમગ્ર સિઝનમાં પ્રથમ વખત સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે. બંને ટીમોને નવેસરથી તૈયાર કરવામાં આવી છે.

હૈદરાબાદે આ સિઝનમાં ડેવિડ વોર્નર અને રાશિદ ખાનને રિટેન કર્યા નથી. તેણે ઘણા નવા ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે. રાજસ્થાનની પણ કંઈક આવી જ હાલત છે પરંતુ તેની સાથે આઈપીએલના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ જોડાયા છે.

રાજસ્થાને આ સિઝનમાં રવિચંદ્રન અશ્વિનને તેમની સાથે જોડ્યો છે, જ્યારે લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને બેટ્સમેન દેવદત્ત પડિકલ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલા છે. હવે જોવાનું એ રહેશે કે આ બંને ટીમ જીત સાથે શરૂઆત કરે છે કે નહીં. રાજસ્થાન પ્રથમ સિઝનથી ટાઈટલ જીતી શક્યું નથી, જ્યારે હૈદરાબાદે 2016 પછી 2018માં ફાઈનલ રમી હતી પરંતુ જીત તેના હિસ્સામાં આવી ન હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

SRH vs RR, IPL 2022: મેચ લાઈવ અથવા ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યારે અને કેવી રીતે જોવી?

પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL-2022 મેચ ક્યારે રમાશે?

પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL-2022 ની મેચ મંગળવાર, 29 માર્ચે રમાશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકું?

ડિઝની+હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય  tv9gujarati  પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

 

આ પણ વાંચો : The Kashmir Files: કોંગ્રેસ ધારાસભ્યએ સરકાર પાસે ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ માટે ટિકિટ માંગી

Next Article