IPL 2022 DC vs RR Live Streaming : જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે દિલ્હી-રાજસ્થાનની ટક્કર

|

Apr 21, 2022 | 6:00 PM

Delhi Capitals vs Rajasthan Royals: દિલ્હી કેપિટલ્સ ટીમે છમાંથી ત્રણ મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સે છમાંથી ચાર મેચ જીતી છે.

IPL 2022 DC vs RR Live Streaming : જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે દિલ્હી-રાજસ્થાનની ટક્કર
Delhi Capitals vs Rajasthan Royals
Image Credit source: PTI

Follow us on

IPL 2022માં શુક્રવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. દિલ્હીની ટીમ કોરોનાની ઝપેટમાં આવી હોવા છતાં પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે મેચ રમી હતી. જો કે, તેની અસર તેના પ્રદર્શન પર દેખાઈ નહીં અને તેણે મેચ જીતી લીધી. રાજસ્થાન રોયલ્સની ટીમે તેની છેલ્લી મેચ પણ જીતી હતી. તેઓએ કેકેઆરને સાત રનથી હરાવ્યું. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના છ મેચમાં 8 પોઈન્ટ છે જ્યારે દિલ્હીના છ મેચમાં છ પોઈન્ટ છે.

કોરોના સંકટ સામે લડવા છતાં, દિલ્હીએ IPL મેચમાં પંજાબને નવ વિકેટે હરાવ્યું. આ મેચ પૂણેના બદલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હીના વિકેટ કીપર બેટ્સમેન ટિમ સીફર્ટ મેચના થોડા કલાકો પહેલા જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. પંતે તેના ત્રણ સ્પિનરોના પ્રદર્શનની પ્રશંસા કરી, જેના કારણે ટીમ પંજાબ કિંગ્સને 115 રનમાં સમેટવામાં સફળ રહી. તેણે ઓપનર ડેવિડ વોર્નર (અણનમ 60) અને પૃથ્વી શોના પ્રદર્શનની પણ પ્રશંસા કરી, જેની મદદથી ટીમે 10.3 ઓવરમાં નવ વિકેટે વિજય નોંધાવ્યો.

દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL-2022 મેચ ક્યારે રમાશે?

IPL-2022ની મેચ દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચે શુક્રવાર, 22 એપ્રિલના રોજ રમાશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

IPL 2022 ની દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

IPL 2022ની દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.

તમે IPL 2022 ની દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

IPL 2022 ની દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ઓનલાઈન લાઈવ ક્યાં જોઈ શકું?

તમે Disney+Hotstar પર સબસ્ક્રિપ્શન સાથે દિલ્હી કેપિટલ્સ વિ રાજસ્થાન રોયલ્સ મેચ ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો :

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ડે: NIAએ આતંકવાદની તોડી કમર, બંધ કર્યું ટેરર ​​ફંડિંગ, ગૃહમંત્રી અમિત શાહે કર્યા વખાણ

Next Article