IPL 2022 Opening Ceremony: બીસીસીઆઈએ કોરોનાવાયરસ (COVID-19) પ્રતિબંધોને લઈને આ નિર્ણય લીધો છે. આઈપીએલ (IPL) 2018 થી વિવિધ કારણોસર ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો નથી. પુલવામા હુમલામાં જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2019નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ ભંડોળ શહીદોના પરિવારોને દાનમાં આપવામાં આવ્યું હતું. એ જ રીતે, છેલ્લી બે ઓપનિંગ સેરેમની (IPL 2020 અને IPL 2021) COVID-19 રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી.
There will be no opening ceremony in the IPL for the 4th consecutive years.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2022
There will be no opening ceremony in the IPL for the 4th consecutive years.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2022
ક્રિકબઝના સમાચાર અનુસાર, 15 એપ્રિલ સુધી IPLની મેચો માટે ગ્રાઉન્ડ પર માત્ર 25 ટકા દર્શકોને જ મંજૂરી આપવામાં આવી છે. જોકે, બીસીસીઆઈને વિશ્વાસ છે કે, લીગ આગળ જતાં વધુ દર્શકોને મંજૂરી આપવામાં આવશે. 15 એપ્રિલ સુધીની મેચો દરમિયાન, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 9,800 થી 10,000, બ્રેબોર્ન સ્ટેડિયમમાં 7,000 થી 8,000, ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 11,000 થી 12000 અને પુણેના MCA સ્ટેડિયમમાં 12,000 લોકોને સમાવવાની મંજૂરી આપવામાં આવી છે.
There will be no opening ceremony in the IPL for the 4th consecutive years.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2022
iPLની 15મી (IPL 2022) સિઝન એક અલગ રંગ અને સ્વરૂપમાં રમાશે. ટીમોની જર્સીથી લઈને રમતોના નિયમો અને ફોર્મેટ બદલાઈ ગયા છે. 26 માર્ચથી શરૂ થનારી આ સિઝનમાં ઘણું નવું હશે. લીગમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. છેલ્લા બે વર્ષથી યુએઈમાં લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પહેલો તબક્કો ભારતમાં રમાયો હતો પરંતુ કોરોના વાયરસ (Coronavirus) ને કારણે બીજો તબક્કો UAEમાં રમાયો હતો.