IPL 2021: ખેલાડીઓને રિલીઝ કર્યા બાદ હવે કઇ ટીમ પાસે છે કેટલુ બજેટ, જાણો ટીમના બજેટ

|

Jan 22, 2021 | 8:56 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન 2021 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ ટીમોએ રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની સૂચી BCCI ને સુપ્રત કરી છે. જોકે, IPL ક્યારે અને ક્યાં રમાશે તે અંગે હજુ સસ્પેન્શ છે. આ અંગે BCCI દ્વારા પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

IPL 2021: ખેલાડીઓને રિલીઝ કર્યા બાદ હવે કઇ ટીમ પાસે છે કેટલુ બજેટ, જાણો ટીમના બજેટ
કિંગ્સ ઇલેવન પંજાબ ખેલાડી ખરીદી માટે ધરાવે છે સૌથી વધુ બજેટ.

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન 2021 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ ટીમોએ રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની સૂચી BCCI ને સુપ્રત કરી છે. જોકે, IPL ક્યારે અને ક્યાં રમાશે તે અંગે હજુ સસ્પેન્શ છે. આ અંગે BCCI દ્વારા પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. ખેલાડીઓને મુક્ત કર્યા બાદ, ઓક્શન (IPL auction) માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ ફ્રેન્ચાઇઝી (IPL Franchise) પર એક નજર નાખો, કોની પાસે કેટલુ બજેટ છે.

મુંબઈ ઈન્ડિયન્સ.

ગત સિઝનનુ આઈપીએલ ટાઇટલ નામના કરનાર મુંબઈ ઈન્ડિયન્સે લસિથ મલિંગા, પેટિન્સન જેવા ખેલાડીઓને મુક્ત કર્યા છે. મુંબઈ પાસે હજી 15.35 કરોડ રૂપિયા ખેલાડી ખરીદી માટે ખર્ચ કરી શકાય એટલુ બાકી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ્સ.

હરાજી પહેલા મહેન્દ્રસિંહ ધોનીની ટીમે કેદાર જાધવ, શેન વોટસન, મુરલી વિજય જેવા ખેલાડીઓને મુક્ત કર્યા છે. ચેન્નાઇમાં હવે 22.9 કરોડ બજેટ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર.

વિરાટ કોહલીની આગેવાનીવાળી બેંગ્લોર હજુ સુધી એક પણ વખત આઈપીએલ ટ્રોફી જીતી શકી નથી. ટીમ મેનેજમેન્ટ આ વખતે કેટલાક નવા ખેલાડીઓ ખરીદવા માંગે છે. તેમણે આ વખતે 10 ખેલાડીઓને મુક્ત કર્યા છે. 35.9 કરોડ રુપિયાનુ બજેટ છે.

કોલકાતા નાઈટ રાઇડર્સ.

બે વખત આઈપીએલ ચેમ્પિયન થઇ ચુકેલા કોલકાતા નાઈટ રાઇડર્સે આગામી સિઝન માટે દિનેશ કાર્તિકને જાળવી રાખ્યો છે. ટીમ 10.75 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે તેટલુ બજેટ છે.

કિંગ્સ ઇલેવન પંજાબ.

પંજાબે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેક્સવેલનો કરાર વધાર્યો નથી. ગત સિઝનમાં તેનું પ્રદર્શન ખૂબ નબળું હતું. પંજાબ પાસે સૌથી વધુ બજેટ 53.2 કરોડ રૂપિયા છે.

દિલ્હી કેપિટલ્સ.

દિલ્હીએ 6 ખેલાડીઓને પણ મુક્ત કર્યા છે. જ્યારે તેણે આરસીબીમાંથી બે ખેલાડીઓ ખરીદ્યા છે. આ હોવા છતાં, તેઓ હરાજીમાં 12.9 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે.

રાજસ્થાન રોયલ્સ.

રાજસ્થાને તેના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને મુક્ત કર્યો. જ્યારે તેની જગ્યાએ સંજુ સેમસનને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રાજસ્થાન પાસે હવે 34.85 કરોડ રૂપિયા બજેટ છે.

Next Article