IPL 2021: ઉસૈન બોલ્ટ એ RCBની જર્સી પહેરી કહ્યુ હું સૌથી ઝડપી બિલાડી, વિરાટ-ડિવિલીયર્સે જવાબ વાળ્યો

IPL 2021 શરુ થવા જઇ રહી છે, આ પહેલા જ વિરાટ કોહલી (virat kohli) કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ના સમર્થનમાં જમૈકાના સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટ (Usain Bolt) સમર્થનમાં આવ્યો છે.

IPL 2021: ઉસૈન બોલ્ટ એ RCBની જર્સી પહેરી કહ્યુ હું સૌથી ઝડપી બિલાડી, વિરાટ-ડિવિલીયર્સે જવાબ વાળ્યો
Usain Bolt
| Edited By: | Updated on: Apr 08, 2021 | 4:04 PM

IPL 2021 શરુ થવા જઇ રહી છે, આ પહેલા જ વિરાટ કોહલી (virat kohli) કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ના સમર્થનમાં જમૈકાના સ્પ્રિન્ટર ઉસેન બોલ્ટ (Usain Bolt) સમર્થનમાં આવ્યો છે. આઠ વખત ઓલંપિક ગોલ્ડ મેડાલીસ્ટ બોલ્ટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમની જર્સી પહેરીને સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી હતી, સાથે જ ટીમ માટે એક ખાસ મેસેજ પણ લખ્યો છે.

દોડવીર ઉસેન બોલ્ટ એ ટ્વીટ પર શેર કરેલી તસ્વીર સાથે કેપ્શન લખી હતી કે, ચેલેન્જર્સ, હું તમને બતાવવા માંગુ છુ કે આ સમયે હું સૌથી ઝડપી બિલાડી છુ. બોલ્ટના આ ફોટોને વિરાટ કોહલી, એબી ડિવિલીયર્સ (AB De Villiers) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને પણ ટેગ કર્યા છે.  કેપ્ટન વિરાટ કોહલીએ પણ જવાબઆપતા લખ્યુ હતુ કે, અમને એ વાત પર કોઇ શક નથી, અને એટલા માટે જ અમે આપને અમારી ટીમમાં સમાવ્યા છે.

https://twitter.com/imVkohli/status/1379822254767280131?s=20

જેના જવાબમાં ડિવિલીયર્સ એ લખ્યુ હતુ કે, અમે જાણીએ છીએ કે કોને બોલાવવાના છે, જ્યારે અમારે વધારે રનની જરુર હોય ત્યારે.

વિરાટ કોહલીની આગેવાની ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ શુક્રવારે IPL 2021 ની ઓપનીંગ મેચ રમીને સિઝનની શરુઆત
કરશે. RCB ની ટીમ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની સામે પોતાના અભિયાનની શરુઆત કરશે. 2008 માં ટુર્નામેન્ટની શરુઆત બાદ ટીમ એક વાર પણ ટાઇટલ જીતવામાં સફળ નિવડી શકી નથી. વિરાટ કોહલી અને ડિવિલીયર્સની ક્રિકેટની જબરદસ્ત જોડી હોવા ઉપરાંત ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને કાઇલ જેમીસન જેવા સ્ટાર ખેલાડી પણ ટીમમાં હવે તેમને સાથ આપતા જોવા મળશે