IPL 2021: શોર્ટ લીસ્ટમાં જ બહાર ફેંકાયેલા શ્રીસંતે દેખાડ્યો દમ, 5 વિકેટ ઝડપી ધ્યાન ખેંચ્યુ

IPL માટે શોર્ટ લીસ્ટ દરમ્યાન જ બહાર થઇ ગયેલા શ્રીસંત (Sreesanth) એ હાલમાં જ જબરદસ્ત પારી રમી દેખાડી છે. શ્રીસંત તેની પર લાગેલા મેચ ફિક્સીંગના આરોપોને લઇને પ્રતિબંધની સજા પુર્ણ કરીને મેદાનમાં પરત ફર્યો હતો. તેને આશા હતી કે તે, આઇપીએલમાં પરત ફરશે.

IPL 2021: શોર્ટ લીસ્ટમાં જ બહાર ફેંકાયેલા શ્રીસંતે દેખાડ્યો દમ, 5 વિકેટ ઝડપી ધ્યાન ખેંચ્યુ
Sreesanth
| Edited By: | Updated on: Feb 23, 2021 | 10:03 AM

IPL માટે શોર્ટ લીસ્ટ દરમ્યાન જ બહાર થઇ ગયેલા શ્રીસંત (Sreesanth) એ હાલમાં જ જબરદસ્ત પારી રમી દેખાડી છે. શ્રીસંત તેની પર લાગેલા મેચ ફિક્સીંગના આરોપોને લઇને પ્રતિબંધની સજા પુર્ણ કરીને મેદાનમાં પરત ફર્યો હતો. તેને આશા હતી કે તે, આઇપીએલમાં પરત ફરશે. પરંતુ તેને આઇપીએલ ઓકશન માટેના ખેલાડીઓના શોર્ટ લીસ્ટ દરમ્યાન જ યાદીમાંથી બહાર કરી દેવાયો હતો. ત્યાર બાદ તેણે લડતો રહેવાની વાત કહી હતી. હાલમાં વિજય હજારે ટ્ર્રોફી (Vijay Hazare Trophy) દરમ્યાન ઉત્તરપ્રદેશને કેરળે ત્રણ વિકેટ થી હરાવ્યુ હતુ. જે મેચમાં શ્રીસંત એ 5 વિકેટ ઝડપી હતી.

શ્રીસંત એ 2006 બાદ પ્રથમ વાર 50 ઓવરની મેચ માં 5 વિકેટ ઝડપી હતી. રોબિન ઉથપ્પાએ 81 અને સચિન બેબીએ 76 રનની મદદ થી 7 બોલ બાકી હતાને અને જીત હાંસલ કરી લેતો આંકડો પાર કરી લીધો હતો. શ્રીસંતે કેરળ તરફ થી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મેદાનમાં ઉતર્યો હતો. તેણે મેદાનમાં ઉતરવા સાથે જ પોતાનુ ધ્યેય આઇપીએલ હોવાના સંકેત આપ્યા હતા.

તેની આશાઓ પર મીની ઓકશન પહેલા જ પાણી ફરી વળ્યુ હતુ. જોકે હવે તેણે 5 વિકેટ ઝડપતો દેખાવ કરીને ક્રિકેટના એક્સપર્ટો નુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. તેણે આ સાથે એવા પણ સંકેત આપ્યા છે કે, તેનામાં ક્રિકેટ હજુ એજ દમ સાથે જીવંત છે. જે પહેલા હતુ.