IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કોરોનાએ ચિંતા વધારી મૂકી, પડીક્કલ બાદ સેમ્સ કોરોના સંક્રમિત

IPL 2021 ની સિઝનને લઇને તમામ તૈયારીઓ પરીપૂર્ણતાને આરે છે, હવે IPL ટુર્નામેન્ટ શરુ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. તો વળી આ દરમ્યાન વધતા કોરોના પ્રમાણને લઇને ટુર્નામેન્ટમાં હજુ પણ ચિંતાનો માહોલ જેમના તેમ છે.

IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કોરોનાએ ચિંતા વધારી મૂકી, પડીક્કલ બાદ સેમ્સ કોરોના સંક્રમિત
IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કોરોનાએ ચિંતા વધારી મૂકી, પડીક્કલ બાદ સેમ્સ કોરોના સંક્રમિત
| Edited By: | Updated on: Apr 07, 2021 | 1:00 PM

IPL 2021 ની સિઝનને લઇને તમામ તૈયારીઓ પરિપૂર્ણતાને આરે છે, હવે IPL ટુર્નામેન્ટ શરુ થવાની ઘડીઓ ગણાઇ રહી છે. તો વળી આ દરમ્યાન વધતા કોરોના પ્રમાણને લઇને ટુર્નામેન્ટમાં હજુ પણ ચિંતાનો માહોલ જેમના તેમ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના વધુ એક ખેલાડીને કોરોનાનુ સંક્રમણ થયાનુ જણાયુ છે. આ પહેલા ટીમના સ્ટાર ખેલાડી અને ઓપનર દેવદત્ત પડીક્કલ (Devdutt Padikkal) કોરોના સંક્રમિત હોવાની જાણકારી સામે આવી હતી. આ દરમ્યાન હવે વિદેશ બોલર ડેનિયલ સૈમ્સ (Daniel Sams) કોરોના વાયરસ સંક્રમિત થયો છે.

આરસીબીની ટીમ સાથે જોડાયેલો અને ઓસ્ટ્રેલીયાઇ બોલર ડેનિયલ સેમ્સ કોરોના પોઝિટીવ હોવાની સામે આવ્યુ હતુ. આરસીબી એ આજે સવારે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી કે, સેમ્સ કોરોના સંક્રમિત જણાયો છે. ટ્વીટ કરીને આપેલી જાણકારી મનુજબ સેમ્સ 3 એપ્રિલે ચેન્નાઇ પહોંચ્યો હતો અને જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આ દરમ્યાન તે ક્વોરન્ટાઇન હેઠળ હતો. જોકે બુધવારે તેનો રિપોર્ટ કરવામાં આવતા તે પોઝીટીવ હોવાનુ જણાઇ આવ્યુ હતુ. જેના બાદ તેને એક મેડિકલ સેન્ટરમાં રાખવામા આવ્યો છે.  RCBના મહત્વનાં ખેલા઼ડી પડીક્કલને પણ કોરોના પોઝિટીવ રીપોર્ટ આવ્યો હતો. જોકે તે હવે સ્વસ્થ થઇ ચુક્યો હોવાની પણ જાણકારી મળી રહી છે.