IPL 2021: RCBની બ્લુ જર્સીની હરાજી કેમ થશે, ફ્રેન્ચાઈઝી તેમાંથી મળેલા પૈસાનું શું કરશે, જાણો

|

Sep 20, 2021 | 9:15 PM

કોરોના સામેનું અભિયાન હજુ પણ ચાલુ છે અને દેશમાં રસીકરણનું કામ ચાલી રહ્યું છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં RCBએ પણ આ અભિયાનમાં યોગદાન આપ્યું છે.

IPL 2021: RCBની બ્લુ જર્સીની હરાજી કેમ થશે, ફ્રેન્ચાઈઝી તેમાંથી મળેલા પૈસાનું શું કરશે, જાણો
Virat Kohli

Follow us on

IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)નો બીજો તબક્કો UAEમાં રમાઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB)ની ટીમો આજે અબુ ધાબીના મેદાન પર આમને-સામને છે. RCBના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ની ટીમ આજે વાદળી જર્સી (Blue jersey)પહેરીને KKR સામે રમવા આવી છે.

 

આઈપીએલ 2021 (Indian Premier League)ભારતમાં જ રમાઈ રહી હતી, પરંતુ કોરોના મહામારીની અસર આ ટુર્નામેન્ટ પર પણ પડી અને તેને મુલતવી રાખવામાં આવી. હવે બાકીની મેચ યુએઈમાં રમાઈ રહી છે. કોરોના સામેનું અભિયાન હજુ પણ ચાલુ છે અને દેશમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં આરસીબીએ પણ આ અભિયાનમાં યોગદાન આપ્યું છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પ્રખ્યાત લાલ-કાળી જર્સી પહેરીને મેદાનમાં જોવા મળતી આરસીબી આજે વાદળી જર્સી (Blue jersey)પહેરીને મેદાનમાં ઉતરી છે. ફ્રેન્ચાઈઝીએ કોરોના વાયરસ (Corona virus) રોગચાળા દરમિયાન દેશની સેવામાં રોકાયેલા આરોગ્ય કર્મચારીઓ અને મોરચે ઉભેલી અન્ય સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને આદર આપવા માટે આ નિર્ણય લીધો છે.

જર્સીની હરાજી થશે

RCB ટીમ માત્ર એક મેચમાં વાદળી જર્સી પહેરીને રમશે. મેચ બાદ તમામ ખેલાડીઓ (Players)ની જર્સી (Blue jersey)ની હરાજી કરવામાં આવશે. કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે હરાજીમાંથી આવતા ભંડોળનો ઉપયોગ દેશમાં રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા માટે કરવામાં આવશે.

 

વિરાટે કહ્યું હતું કે “આ એક અલગ પ્રકારનો વાદળી રંગ છે, જે હું પહેરવાનો છું. આ એક સંદેશ આપશે અને આરસીબી માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. ભારતમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે મેચ બાદ તેની હરાજી કરવામાં આવશે.

 

RCB પ્લેઓફમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહી છે

આરસીબી (Royal Challengers Bangalore) બીજી આઈપીએલ (Indian Premier League) સીઝનમાં પ્લેઓફમાં પહોંચવાનો પ્રયાસ કરશે. આરસીબી આ સિઝનમાં 7 મેચમાંથી 5 જીત સાથે ત્રીજા સ્થાને છે. ફ્રેન્ચાઈઝીએ પહેલેથી જ વાદળી જર્સી પહેરવાની જાહેરાત કરી હતી. પરંતુ 4 મેના રોજ અચાનક કોરોનાના વધતા જતા કેસોને કારણે IPL (Indian Premier League)અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી.

 

આ પણ વાંચો : Live KKR VS RCB Live Score, IPL 2021 :આન્દ્રે રસેલ એબી ડી વિલિયર્સની લીધી વિકેટ, આરસીબીને ચોથો ફટકો

Next Article