IPL 2021: રાજસ્થાન રોયલ્સે જયપુરના સ્ટેડિયમની આકર્ષક સજાવટ સાથે ટીમ જર્સી લોન્ચ કરી, જુઓ વિડીયો

IPL 2021 ની શરુઆત થવા ને આડે હવે માંડ ત્રણેક દિવસ બચ્યા છે. આ દરમ્યાન હવે ટીમો અને તેની સાથે ફેંસ પણ ખૂબ જ ઉત્સાહ થી રાહ જોઇ રહ્યા છે. જોકે આ વખતે ઘરેલુ ક્રિકેટ મેદાન પર રમત ના અભાવે ટીમોએ ઘર આંગણાના ઉત્સાહ અને સમર્થન થી વંચિત રહેવુ પડશે.

IPL 2021: રાજસ્થાન રોયલ્સે જયપુરના સ્ટેડિયમની આકર્ષક સજાવટ સાથે ટીમ જર્સી લોન્ચ કરી, જુઓ વિડીયો
Sanju Samson-Sawai Mansingh Stadium
| Edited By: | Updated on: Apr 06, 2021 | 10:51 AM

IPL 2021 ની શરુઆત થવા ને આડે હવે માંડ ત્રણેક દિવસ બચ્યા છે. આ દરમ્યાન હવે ટીમો અને તેની સાથે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહથી રાહ જોઇ રહ્યા છે. જોકે આ વખતે ઘરેલુ ક્રિકેટ મેદાન પર રમતના અભાવે ટીમોએ ઘર આંગણાના ઉત્સાહ અને સમર્થનથી વંચિત રહેવુ પડશે. જોકે ટીમો પણ પણ પોતાના ખેલાડીઓ અને ફેન્સના ઉત્સાહને જાળવી રાખવા માટે અવનવા પ્રયાસ કરે છે. રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) તેમની ટીમના ખેલાડીઓ માટેની જર્સીને જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમ (Sawai Mansingh Stadium) માં એક શાનદાર કાર્યક્રમ યોજીને લોન્ચ કરી હતી. સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં લોન્ચીંગ કાર્યક્રમની રાત રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓની સાથે સાથે તેમના દેશ વિદેશના ફેંસ માટે પણ યાદગાર રહ્યો હતો.

સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં શાનદાર થ્રીડી પ્રોજેકશન અને ભવ્ય લાઇટ શોએ સૌનુ દિલ ખુશ કરી દીધુ હતુ. આ દરમ્યાન ઓડિયો અને વ્યુઝઅલ પ્રદર્શન દ્રારા સ્ટેડિયમથી વિશ્વભરના ફેન્સ અને મુંબઇમાં બાયોબબલમાં રહેલા રાજસ્થાન રોયલ્સની ટીમના ખેલાડીઓ વચ્ચે લાઇવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં સમારોહની શરુઆત પિચ થી લઇને તમામ સ્ટેન્ડસ પર અદભૂત રોશની સજાવાઇ હતી. જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યુ હતુ.

તેના બાદ લાઇવ શો માટે વિશેષ રુપ થી સેટ અપ સ્ક્રિન પર રોશની ફેલાવવામાં આવી હતી. જેમાં કાર્યક્રમોના હાઇસ્પીડ એકશન શોટ્સ સાથે સ્ટેડિયમ, શહેર અને રાજસ્થાનના પરિદ્રશ્યો નો એક વિડીયો પણ દર્શાવાયો હતો. રાજસ્થાન રોયલ્સ તેની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે 12 મી એપ્રિલ એ રમનાર છે. પાછળની સિઝનમાં સૌથી અંતિમ સ્થાને એટલે કે આઠમાં નંબર પર રહેનાર રાજસ્થાનની ટીમ આ વખતે નવા કેપ્ટન સંજૂ સૈમસન (Sanju Samson) ની આગેવાનીમાં રમતમાં ઉતરશે.

https://twitter.com/rajasthanroyals/status/1378751856529182722?s=20