IPL 2021: ઓકશન પહેલા જ હરભજને કહ્યુ ‘હું ફીટ છુ, રમવા માટે તૈયાર છુ’

|

Feb 11, 2021 | 10:17 PM

ઈન્ડીયન પ્રિમીયમ લીગ (IPL) માટે નવી સિઝનની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. 18 ફેબ્રુઆરીથી નવી સિઝન માટે મીની ઓક્શન (Auction) યોજાનાર છે.

IPL 2021: ઓકશન પહેલા જ હરભજને કહ્યુ હું ફીટ છુ, રમવા માટે તૈયાર છુ

Follow us on

ઈન્ડીયન પ્રિમીયમ લીગ (IPL) માટે નવી સિઝનની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. 18 ફેબ્રુઆરીથી નવી સિઝન માટે મીની ઓક્શન (Auction) યોજાનાર છે. જ્યાં એક હજારથી વધારે ખેલાડીઓની હરાજી થનારી છે. આ વખતે મોટી સંખ્યામાં ફેન્ચાઈઝીઓએ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. જેમાં હરભજન સિંહ (Harbhajan Singh) અને ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) જેવા મોટા નામ સામેલ છે. હરભજને નવી સિઝનની તૈયારીઓને લઈને કહ્યુ છે કે તે પુરી રીતે તૈયાર છે.

 

હરભજનસિંહને ચેન્નાઈ સુપર કિંગ્સએ આ વખતે રિલીઝ કરી દીધો છે. તે ઓક્શનમાં હિસ્સો પણ લઈ રહ્યો છે. ઓકશન પહેલા હરભજનસિંહએ કહ્યુ કે, મારી ફિટનેશનું સ્તર એકદમ સારુ છે. હું ફરી એકવાર રમવા માટે તૈયાર છુ. હરભજન સિંહે વ્યક્તિગત કારણોસરનો હવાલો આપીને યુએઈમાં રમાયેલી આઈપીએલની છેલ્લી સિઝનમાંથી પોતાનું નામ પરત લીધુ હતુ. આ વખતે ઓકશનમાં તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રુપિયા રાખી છે. એવામાં જે પણ ટીમ તેને પોતાની સાથે રાખવા માંગશે, તેણે ઓછામાં ઓછા બે કરોડ રુપિયા ખર્ચવા પડશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

હરભજન સિંહ કેટલાંક સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર થઈ ગયા છે. આવામાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને રિલીઝ કર્યા, ત્યારે અટકળો લગાવાઈ રહી હતી કે, તે સંન્યાસ પણ લઈ શકે છે. હરભજન ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા મુંબઈ ઈન્ડીયન્સ સાથે જોડાયેલા હતા. ભારત તરફથી હરભજનસિંહે 103 ટેસ્ટ મેચોમાં 400થી વધુ વિકેટ ઝડપી છે.

 

આ પણ વાંચો: INDvsENG: 12 માર્ચથી અમદાવાદમાં રમાનારી T20 સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમ કરી જાહેર

Next Article