Yuvraj Singh: યુઝવેન્દ્ર માટે યુવરાજે કરેલી અપમાનજનક ટીપ્પણીનો મામલો, ચંદીગઢ પોલીસની એન્ટ્રી

|

Jan 23, 2021 | 7:15 AM

ભારતીય ટીમ (Team India) ના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) માટે નવી મુસીબત ઉભી થઇ છે. મજાકમાં કરેલી ટીપ્પણી એ હવે તેની મુશ્કેલી વધારી દીધી છે. પાછળના વર્ષે ટીમ ઇન્ડીયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને લઇને મજાકમાં કહેલા એક શબ્દને માટે તેની પર હિસ્સારમાં પોલીસ (Hissar Police) કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Yuvraj Singh: યુઝવેન્દ્ર માટે યુવરાજે કરેલી અપમાનજનક ટીપ્પણીનો મામલો, ચંદીગઢ પોલીસની એન્ટ્રી
મજાકમાં કંઇક એવુ કહ્યુ કે, જેની પર બાદમાં બબાલ મચી ગઇ હતી.

Follow us on

ભારતીય ટીમ (Team India) ના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) માટે નવી મુસીબત ઉભી થઇ છે. મજાકમાં કરેલી ટીપ્પણી એ હવે તેની મુશ્કેલી વધારી દીધી છે.પાછળના વર્ષે ટીમ ઇન્ડીયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને લઇને મજાકમાં કહેલા એક શબ્દને માટે તેની પર હિસ્સારમાં પોલીસ (Hissar Police) કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

આ મામલાની તપાસ ચંદિગઢ પોલીસ (Chandigarh Police) ને સોંપવામાં આવી છે. જેના થી હવે યુવરાજ સિંહની મુશ્કેલી વધી શકે છે. આ મામલે પ્રાથમિક તપાસ કરી રહેલી હરિયાણા પોલીસે (Haryana Police) હિસ્સારની એક વિશેષ અદાલતમાં પોતાનો રિપોર્ટ રજૂ કરતા, કહ્યુ હતુ કે આ મામલાની તપાસ ચંદીગઢ પોલીસને સોંપવામાં આવે. કારણ કે મામલો તે જ્યુડિશીયલ ક્ષેત્રનો છે.

કોરોના વાયરસ લોકડાઉન સમયે યુવરાજસિંહ અને રોહિત શર્મા (Rohit Sharma) ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ (Live Chat) કરી રહ્યા હતા. આ દરમ્યાન બંને મજાક કરી રહ્યા હતા અને યુઝવેન્દ્ર ચહલને ટાંકવામાં આવ્યા હતા. જેની પર મજાકમાં કંઇક એવુ કહ્યુ કે, જેની પર બાદમાં બબાલ મચી ગઇ હતી. જે વિડીયો વાયરલ થવાના બાદ ખૂબ વિવાદ સર્જાયો હતો. યુવરાજની સામે કારવાઇની માંગ કરવામાં આવી હતી. યુવરાજ એ પણ મામલાની ગંભીરતા વધતી જોઇને માફી માંગી લીધી હતી.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

જે વિડીયો વાયરલ થવા લાગ્યો હતો અને અનુસૂચિત જાતી (Scheduled Caste) ના લોકોએ તેને અપમાનજન બતાવ્યો હતો. જે મામલે બીજી જૂન 2020 એ અનુસૂચિત અધિકારની એક સંસ્થા સાથે જોડાયેલા રજત કલસન નામના એક શખ્શે હરિયાણાના હાંસીમાં યુવરાજ સામે SC-ST Act મુજબ મામલાની ફરીયાદ આપી હતી. સાથે જ તાત્કાલિક ધરપકડની માગ પણ કરી હતી.

એક ટીવી ચેનલની રિપોર્ટ મુજબ, શુક્રવારે આ મામલાની તપાસ કરી રહેલી હરિયાણા પોલીસે હિસ્સાર સ્થિત વિશેષ એસસી-એસટી એક્ટ અદાલતમાં એડિશનલ સેશન જજ વેદપાલ સિરોહી સામે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો. પોતાના રિપોર્ટમાં પોલીસે બતાવ્યુ હતુ કે, તેમની પ્રાથમિક તપાસમાં આ મામલો ચંદિગઢનો હોવાનુ જણાયુ છે. આ અંગેની ફરિયાદ ચંદિગઢ પોલીસને સોંપવામાં આવી છે અને હવે આગળની તપાસ તેમના દ્રારા કરવામાં આવશે. ત્યાર બાદ કોર્ટે પોલીસને 4 એપ્રિલ એ નવી સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યુ છે. તે દિવસે જ મામલાની વધુ સુનાવણી કરવામાં આવશે.

Published On - 7:15 am, Sat, 23 January 21

Next Article