IPL 2021: ઇંગ્લેંડના ઓપનર જોની બેયરસ્ટોએ કહ્યુ IPL સિઝનથી આગામી T20 વિશ્વકપ માટે મદદ મળશે

ઇંગ્લેંડ (England) ના ઓપનર જોની બેયરસ્ટો ( Johnny Bairstow) નુ માનવુ છે કે, ઇન્ડીયન પ્રિમયર લીગ (IPL) ની આવનારી સિઝન આગામી સમય માટે ઉપયોગી નિવડશે. ચાલુ વર્ષના અંતમાં ભારતમાં T20 વિશ્વકપ (World Cup) રમાનાર છે.

IPL 2021: ઇંગ્લેંડના ઓપનર જોની બેયરસ્ટોએ કહ્યુ IPL સિઝનથી આગામી T20 વિશ્વકપ માટે મદદ મળશે
Jonny Bairstow
| Edited By: | Updated on: Mar 25, 2021 | 10:50 AM

ઇંગ્લેંડ (England) ના ઓપનર જોની બેયરસ્ટો ( Jonny Bairstow) નુ માનવુ છે કે, ઇન્ડીયન પ્રિમયર લીગ (IPL) ની આવનારી સિઝન આગામી સમય માટે ઉપયોગી નિવડશે. ચાલુ વર્ષના અંતમાં ભારતમાં T20 વિશ્વકપ (World Cup) રમાનાર છે. જેને લઇને તૈયારીઓ પણ હાથ ધરાઇ રહી છે. તેમનુ માનવુ છે કે વિશ્વકપની તૈયારીઓ માટે IPL 2021 મહત્વની સાબીત થશે. બેયરસ્ટો ભારત સામેની ત્રણ વન ડે મેચની સિરીઝ (ODI Series) ને લઇને ઇંગ્લેંડની ટીમનો હિસ્સો છે.

બેયરીસ્ટોએ કહ્યુ હતુ કે, અલગ અલગ મેદાન પર રમવાનો આ સોનેરી મોકો હશે. અમારે આ જ મેદાનો પર T20 વિશ્વકપ રમવાનો છે. સાથે જ એ પણ ખ્યાલ આવી જશે કે આ સ્થિતીમાં બોલીંગ કેવી રહેશે. મેદાનના આકાર અને પિચને લઇને પણ જાણકારી મળી રહેશે, કેટલો સ્કોર યોગ્ય હશે તે પણ અનુમાન લગાવવામાં મદદ મળી રહેશે.

જોની બેયરસ્ટોએ આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો હિસ્સો છે જે 11 એપ્રિલ એ કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામે પ્રથમ મેચ રમશે. તેમણે કહ્યુ હતુ કે, અમે અહી રમી રહ્યા છીએ. આઇપીએલની પ્રથમ મેચ ચેન્નાઇમાં રમાનારી છે. અમને અહી રમીને પરિસ્થીતી સાથે વાતાવરણ ને અનૂકુળ ઢળવામાં પણ મદદ મળી રહી છે.