IPL 2021: DCને મોટો ઝટકો, ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે કોરોનાથી સંક્રમિત

|

Apr 14, 2021 | 8:05 PM

આઈપીએલ 2021ની સિઝનમાં જીત સાથે શરુઆત કરનારી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે (Anrich Nortje) કોરોના પોઝિટીવ હોવાનું જણાયુ છે.

IPL 2021: DCને મોટો ઝટકો, ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે કોરોનાથી સંક્રમિત
Anrich Nortje

Follow us on

આઈપીએલ 2021ની સિઝનમાં જીત સાથે શરુઆત કરનારી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે (Anrich Nortje) કોરોના પોઝિટીવ હોવાનું જણાયુ છે. આ વાતની પુષ્ટી પણ સમાચાર એજન્સી દ્વારા કરવામાં આવી છે. નોર્ત્ઝે ગત સપ્તાહે મુંબઈ પહોંચ્યો હતો અને તેનો સાત દિવસનો ક્વોરન્ટાઈન સમયગાળો પણ પસાર કરી લીધો હતો.

 

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આઈપીએલની દિલ્હીની ટીમની પ્રથમ મેચ રમી નહોતી. ટીમે આ મેચને 7 વિકેટથી એકતરફી જીતી લીધી હતી. ટીમે દક્ષિણ આફ્રિકાના આ ઝડપી બોલરને આ વર્ષે ટીમમાં જારી રાખ્યો હતો, કારણ કે પાછળની સિઝનમાં દિલ્હીને ફાઈનલમાં પહોંચાડવામાં તેની મહત્વની ભૂમિકા રહી હતી.

 

 

બીસીસીઆઈના કોરોના નિયમોનુસાર જો કોઈ ખેલાડી અથવા સ્ટાફ કોરોના પોઝિટીવ જણાઈ આવે તો તેણે 10 દિવસ માટે આઈસોલેટ થવુ પડે છે. આ માટે જે દિવસથી કોરોનાના લક્ષણ જોવા મળે ત્યારથી બોર્ડ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા બાયોબબલ એરિયામાં આઈસોલેટ કરવામાં આવે છે.

 

 

ઝડપી બોલર નોર્ત્ઝે આઈપીએલ 2021માં ભાગ લેવા માટે પાકિસ્તાન સામેની વન ડે શ્રેણીને છોડીને ભારત આવ્યો હતો. આ દરમ્યાન તેણે સિરીઝની પ્રથમ બે મેચ રમી હતી. ત્યારબાદ તે અન્ય ખેલાડીઓની સાથે ભારત આવી ગયો હતો. આફ્રિકાની ટીમને ત્રીજી વન ડેમાં પાકિસ્તાન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો સાથે જ શ્રેણી પણ ગુમાવવી પડી હતી.

 

આ પણ વાંચો: SRH VS RCB LIVE SCORE, IPL 2021: સનરાઇઝર્સને પહેલી સફળતા, ભુવીએ પડિક્કલની વિકેટ લીધી

Next Article