IPL 2021: ટુર્નામેન્ટ સ્થગીત થયાના બે સપ્તાહ બાદ ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો સ્વદેશ પરત ફર્યા, જુઓ તસ્વીરો

|

May 17, 2021 | 7:48 PM

પેટ કમિન્સ અને સ્ટીવ સ્મિથ સહિત આઇપીએલમાં રમનનારા ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ માલદિવમાં કેટલાક દિવસો વિતાવ્યા બાદ હવે પરત સ્વદેશ પહોંચ્યા છે.

1 / 5
પેટ કમિન્સ અને સ્ટીવ સ્મિથ સહિત આઇપીએલમાં રમનનારા ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ માલદિવમાં કેટલાક દિવસો વિતાવ્યા બાદ હવે પરત   સ્વદેશ પહોંચ્યા છે. ભારતમાં કોરોના ની સ્થિતીને લઇને ઓસ્ટ્રેલીયન સરકારે ભારત સાથેના વિમાની વ્યવહાર પર રોક લગાવી હતી. જેને લઇને   આઇપીએલ સ્થગીત થવા છતાં પણ લગભગ બે સપ્તાહ બાદ ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો સ્વદેશ પરત ફરી શક્યા છે.

2 / 5
ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ, અધિકારીઓ અને કોમેન્ટેટરો સહિતના 38 સભ્યો 10 દિવસ થી વધુ સમય માલદિવમાં વિતાવ્યો હતો. ત્યાર બાદ હવે આ   સભ્યો સિડની સોમવારે સવારે પહોંચ્યા હતા. તસ્વીરમાં માઇકલ સ્લેટર જોવા મળી રહ્યા છે. તેમણે ફ્લાઇટ બંઘ કરવાને લઇને ઓસ્ટ્રેલીન સરકાર   ની તીખી આલોચના કરી હતી.

3 / 5
આઇપીએલ ની કેટલીક ટીમોના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્રમણ લાગુ થવાને લઇને ટુર્નામેન્ટને રોકી દેવાઇ હતી. આ પહેલા જ   સરકારે ભારત સાથેના વિમાની સેવા બંધ કરી દેતા ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો સીધા સ્વદેશ પરત ફરી શક્યા નહોતા.

4 / 5
ઓસ્ટ્રેલીયન ખેલાડીઓએ હવે સિડનીમાં બે સપ્તાહ ફરજીયાત ક્વોરન્ટાઇન હેઠળ રહેવુ પડશે. ઓસ્ટ્રેલીયન મીડિયા રિપોર્ટનુસાર એયલ સેશેલ્સના   વિમાન દ્રારા સિડની પહોંચનારાઓમાં સ્મિથ, કમિન્સ. ડેવિડ વોર્નર, દિલ્હી કેપિટલ્સ ના કોચ રિકી પોન્ટીંગ સામેલ હતા.

5 / 5
તસ્વીરમાં સ્ટીવ સ્મિથ સિડની એરપોર્ટ પર પહોંચતા રાહત ભર્યા ચહેરે જોવા મળ્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સના બેટીંગ કોચ માઇકલ હસી પણ   શુક્રવારે કોરોના રિપોર્ટ નેગેટીવ થવાને લઇને રવિવારે દોહા થઇને, સિડની પહોંચી ગયા હતા.

Next Photo Gallery