IPL 2021: હાર્દિક પંડ્યાની શૂન્ય રન પર વિકેટ ઝડપવાને લઈને અમિત મિશ્રાને અનહદ આનંદ, બતાવી રણનીતિ

|

Apr 20, 2021 | 11:53 PM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના સ્પિનર અમિત મિશ્રા (Amit Mishra)એ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) સામે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

IPL 2021: હાર્દિક પંડ્યાની શૂન્ય રન પર વિકેટ ઝડપવાને લઈને અમિત મિશ્રાને અનહદ આનંદ, બતાવી રણનીતિ
Amit Mishra

Follow us on

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના સ્પિનર અમિત મિશ્રા (Amit Mishra)એ મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) સામે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 24 રન આપીને 4 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાના જબરદસ્ત પ્રદર્શનને લઈને મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 139 રન જ બનાવી શકાયા હતા. હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની શૂન્ય રનમાં જ વિકેટ ઝડપવાને લઈને અમિત મિશ્રા ખુબ ખૂશ જણાયો હતો.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેણે આ વિશે વાત કરતા કહ્યુ હતુ કે, હું હંમેશા વિકેટ લેવાના વિશે વિચારુ છુ. જ્યારે હાર્દિક ક્રિઝ પર આવ્યો હતો, ત્યારે મને વિશ્વાસ હતો કે હું વિકેટ મેળવી શકીશ. મેં ફક્ત બોલને ઉછાળ્યો હતો અને વિકેટ મળી ગઈ હતી. કેટલીક વાર આવી ચીજો કામ કરી જતી હોય છે. મિશ્રાએ આગળ વાત કરતા કહ્યુ હતુ કે ત્યાં બોલ રોકાઈને જઈ રહ્યો હતો. એટલા માટે જ આવી પીચ યોગ્ય વિસ્તારમાં બોલીંગ કરવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મને લાગે છે કે, જ્યારે તમે T20 માટે બોલીંગ કરો છો તો આપ ફક્ત વિકેટ ઝડપો છો તો વિરોધી ટીમને દબાણમાં રાખી શકો છો. હું મારી બોલીંગમાં ક્યારેય બદલાવ નથી કરતો. હું મારી તાકાતથી બોલીંગ કરવા માટે કોશિષ કરુ છું.

 

મિશ્રાએ આગળ કહ્યુ હતુ કે, હું ગતીમાં નહીં પરંતુ વિવિધતામાં વિશ્વાસ રાખુ છુ. આ વિકેટો પર રમવાનો ઘણો અનુભવ છે. ખાસ કરીને પ્રથમ ઈનીંગમાં ફ્લેટ પીચ પર કેવી રીતે બોલીંગ કરવાની છે, તે સારૂ જાણુ છું. હું માત્ર વિકેટ મેળવવા માટે જ ઉતર્યો હતો. કેટલાક સારા બોલ આવ્યા, કેટલીક વિકેટ મળી શકી. મેચને દિલ્હી કેપિટલ્સે 6 વિકેટે જીતી લીધી હતી.

 

આ પણ વાંચો: IPL 2021 DCvsMI: મુંબઈ ઈન્ડીયન્સ સામે દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય, ધવનના 45 રન

Next Article