IPL 2020: CSKને વધુ એક ઝટકો, રૈના બાદ આ ક્રિકેટર પણ IPLથી થયો દુર

|

Sep 19, 2020 | 1:32 PM

ભારતના સ્પીનર બોલર ​હરભજનસિંઘ વ્યક્તિગત કારણ દર્શાવી આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી બહાર નિકળી ચુક્યા છે. IPLમાંથી બહાર જનાર બીજા હાઈ-પ્રોફાઇલ ક્રિકેટર સામે આવ્યો છે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ મેનેજમેન્ટને તેના નિર્ણય વિશે જાણ કરી દીધી હોવાનું પણ જાહેર કરાયુ છે. છેલ્લી બે સીઝનથી સીએસકેના સભ્ય રહી ચૂકેલા 40 વર્ષીય હરભજનસિંઘ હાલ પરિવાર સાથે […]

IPL 2020: CSKને વધુ એક ઝટકો, રૈના બાદ આ ક્રિકેટર પણ IPLથી થયો દુર

Follow us on

ભારતના સ્પીનર બોલર ​હરભજનસિંઘ વ્યક્તિગત કારણ દર્શાવી આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી બહાર નિકળી ચુક્યા છે. IPLમાંથી બહાર જનાર બીજા હાઈ-પ્રોફાઇલ ક્રિકેટર સામે આવ્યો છે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ મેનેજમેન્ટને તેના નિર્ણય વિશે જાણ કરી દીધી હોવાનું પણ જાહેર કરાયુ છે. છેલ્લી બે સીઝનથી સીએસકેના સભ્ય રહી ચૂકેલા 40 વર્ષીય હરભજનસિંઘ હાલ પરિવાર સાથે પંજાબના જલંધરમાં છે અને પોતાના પરીવારને હાલમાં તમામ રીતે અળગા રાખવા માટે વિનંતી કરી હતી. કોરોનાના રોગચાળાને કારણે ભારતની બહાર યોજાનારી આઈપીએલ 19 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થનારી છે, ત્યારે જ હવે હરભજને પોતાને IPLથી અલગ કરી દીધા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હરભજને કહ્યું કે ‘મેં આ વર્ષે IPLમાંથી બહાર નીકળવાના મારા નિર્ણય અંગે સીએસકે મેનેજમેન્ટને જાણ કરી છે. મેં આ મુશ્કેલ સમયમાં વ્યક્તિગત કારણોને લીધે વિરામ લેવાનું નક્કી કર્યું છે. હું અપેક્ષા કરું છું કે દરેક લોકો મારી ગોપનીયતાની જરૂરિયાતને માન આપશે’.
હરભજનસિંઘે 150 વિકેટ સાથે IPLના ઈતિહાસમાં સૌથી સફળ બોલરોમાંનો એક છે અને તે લસિથ મલિંગા (170) અને અમિત મિશ્રા (157) પછી ત્રીજા ક્રમે છે. હરભજન સિંઘને સીએસકે દ્વારા 2 કરોડ રુપીયામાં ખરીદવામાં આવ્યો હતો. હરભજને કહ્યું કે તેમના માટે પત્ની ગીતા બસરા અને ચાર વર્ષની પુત્રી હિનાયા સહિતના તેમના પરિવાર માટે સમય ફાળવવો મહત્વપૂર્ણ છે. હું ફક્ત એટલું જ કહીશ કે એવો પણ સમય હોય છે કે જે ક્યારેક રમત કરતાં કુટુંબ પ્રાધાન્યતા લે છે. મારું કુટુંબ હવે મારું ધ્યાન કેન્દ્રિત કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પરંતુ હા મારું હૃદય મારી ટીમ સાથે યુએઈમાં રહેશે. મને ખાતરી છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ હજુ વધુ શાનદાર પ્રદર્શન કરશે. આમ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હરભજને કહ્યું હતુ. હરભજનસિંઘ હવે IPLથી દુર થતાં સીએસકે પાસે હવે ત્રણ ફ્રન્ટ લાઈન સ્પીનરો છે. જેમાં લેગ સ્પિનર ​​ઈમરાન તાહિર, ડાબોડી આર્મર મિશેલ સન્ટનર અને અનુભવી લેગ બ્રેક બોલર પિયુષ ચાવલા કે જેઓને ભારે રકમ દ્વારા સીએસકે માટે ખરીદવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:08 pm, Fri, 4 September 20

Next Article