
ભારત સામે થયેલી પાકિસ્તાનની કારમી હાર બાદ લોકો પાકિસ્તાનની ટીમની મજાક ઉડાવી રહ્યાં છે. વિશ્વ કપમાં પાકિસ્તાનની આ સતત સાતમી હાર છે. ઈંગ્લેનડના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતે જીત મેળવી હતી. રોહિત શર્માની શાનદાર સદીની સાથે ભારતે પાકિસ્તાનને જીતવા માટે 337 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પણ પાકિસ્તાન લક્ષ્યાંકને પાર કરી શક્યુ નહતું અને પાકિસ્તાનની કારમી હાર થઈ હતી.
ત્યારે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની ટીમની અંદર બે ગ્રુપ છે. જેમાં મલિકનું એક ગ્રુપ સરફરાજની વિરૂધ્ધ છે. જેમાં ઈમામ, બાબર આઝમ અને આસિફ સામેલ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ ઓડિયો ક્લીપમાં અવાજ રાજુ જામીલનો છે. તેઓ જાણીતા પાકિસ્તાની અભિનેતા છે અને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના મીડિયા મેનેજર પણ રહી ચૂક્યા છે. તેઓ ઓડિયોમાં કહી રહ્યાં છે કે સરફરાજ અહેમદની વિરૂધ્ધ ઈમામ ઉલ હક, આશિફ અલી, બાબર આઝમ અને ઈમાદ વસીમનું એક ગ્રુપ છે. આ ઓડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો