INDW vs RSAW: આફ્રિકા સામે ઝૂલણ ગોસ્વામીની ખતરનાક બોલીંગ, વાસિમ જાફરે શેર કર્યો અનોખો ફેક્ટ, જુઓ

|

Mar 09, 2021 | 10:27 PM

ભારતીય મહિલાએ ઝડપી બોલર ઝૂલણ ગોસ્વામી (Jhulan Goswami) એ દક્ષિણ આફ્રિકા (South Africa) ની સામે જબરસ્ત બોલીંગ કરતા 10 ઓવરમાં 42 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી હતી. દક્ષિણ આફ્રિકન મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારત પ્રવાસ પર છે.

INDW vs RSAW: આફ્રિકા સામે ઝૂલણ ગોસ્વામીની ખતરનાક બોલીંગ, વાસિમ જાફરે શેર કર્યો અનોખો ફેક્ટ, જુઓ
Jhulan Goswami

Follow us on

ભારતીય મહિલાએ ઝડપી બોલર ઝૂલણ ગોસ્વામી (Jhulan Goswami) એ દક્ષિણ આફ્રિકા (South Africa) ની સામે જબરસ્ત બોલીંગ કરતા 10 ઓવરમાં 42 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી હતી. દક્ષિણ આફ્રિકન મહિલા ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારત પ્રવાસ પર છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચોની શ્રેણીની બીજી વન ડે આંતરરાષ્ટ્રીય મેચ લખનૌ (Lucknow) માં રમાઇ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women Cricket Team) એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝૂલણ એ કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) નો તેનો એ નિર્ણય યોગ્ય સાબિત કર્યો હતો. તેણે પ્રથમ ઓવરમાં જ લિઝલે લી (Lizelle Lee) ને એલબીડબલ્યુ આઉટ કરી હતી. ઝૂલણ 38 વર્ષની થઇ ચુકી છે અને તે દુનિયાની સૌથી સફળ મહિલા વન ડે બોલર છે. ઝૂલણ ની શાનદાર બોલીંગ બાદ ટીમ ઇન્ડીયા (Team India) ની પૂર્વ ક્રિકેટર વાસિમ જાફર (Wasim Jaffer) એ તેમને ઇંગ્લેંડના ઝડપી બોલર જેમ્સ એંન્ડરસન (James Anderson) સાથે જોડીને અનોખો ફેક્ટ શેર કર્યો છે.

વાસિમ જાફર એ ટ્વીટર પર લખ્યુ હતુ કે, આજે ઝૂલણ ગોસ્વામીએ 42 રન આપીને ચાર વિકેટ મેળવી હતી. તેના આ પ્રદર્શન બાદ એક માઇન્ડબ્લોઇંગ ફેક્ટ તેના અંગે- ઝૂલણે જ્યારે જાન્યુઆરી 2002માં ભારત માટે ડેબ્યૂ કર્યુ હતુ, ત્યારે જેમ્સ એંડરસન એ ઇંગ્લેંડ તરફ થી એક પણ મેચ રમી નહોતી. ઝૂલણ ગોસ્વામી 2002 થી 2021 વચ્ચે ભારત માટે 184 મેચ રમી ચુકી છે, આ દરમ્યાન તેણે 21.27 ની સરેરાશ થી 38.7 ની સ્ટ્રાઇક રેટથી કુલ 231 વિકેટ ઝડપી છે. ઝૂલણ એ આ દરમ્યાન લગભગ 3.29ની ઇકોનોમી રેટ થી રન ખર્ચ્યા હતા.

https://twitter.com/WasimJaffer14/status/1369186018188873729?s=20

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઝૂલણ બાદ મહિલા વન ડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં બીજા નંબર પર કૈથરિન ફિટ્ઝપૈટ્રીક છે, જેણે ઓસ્ટ્રેલીયા તરફ થી કુલ 180 વિકેટ મેળવી છે. ફિટ્ઝપૈટ્રિક ઇંટરનેશનલ ને કેટલાક સમય પહેલા જ નિવૃત્તી મેળવી ચુકી છે. મેચની વાત કરવામાં આવે તો ઝૂલણની શાનદાર બોલીંગના દમ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ને 41 ઓવરમાં લગભગ 157 રન પર દક્ષિણ આફ્રિકાની ઇનીંગ સમેટાઇ ગઇ હતી.

Next Article