INDvsENG: આજે ઇંગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની કરાશે પસંદગી, ખેલાડીઓની ઇજા મુખ્ય પરેશાની

|

Jan 19, 2021 | 7:42 AM

ભારત (India) અને ઇંગ્લેડ (England) વચ્ચે ઘરઆંગણે રમાનારી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ (Test Series) ની પ્રથમ મેચ માટે મંગળવારે ભારતીય ટીમ (Team India) ની પસંદગી થનારી છે.

INDvsENG: આજે ઇંગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમની કરાશે પસંદગી, ખેલાડીઓની ઇજા મુખ્ય પરેશાની
Team India

Follow us on

ભારત (India) અને ઇંગ્લેડ (England) વચ્ચે ઘર આંગણે રમાનારી ચાર મેચોની ટેસ્ટ સીરીઝ (Test Series) ની પ્રથમ મેચ માટે મંગળવારે ભારતીય ટીમ (Team India) ની પસંદગી થનારી છે. આજે મંગળવારે BCCI ના નવા મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા (Chetan Sharma) ની અધ્યક્ષતામાં ટીમની પસંદગી કરવામાં આવનારી છે. ખેલાડીઓની ઇજાની પરેશાનનીને લઇને ટીમની પસંગદગી કરવી મહત્વની બની રહેશે. મંગળવારે આ માટે પસંદગી સમિતિ (Selection Committee) ની બેઠક મળનારી છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ સામેલ રહેશે. પિતા બનવાને લઇને કોહલી ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) માં પ્રથમ ટેસ્ટ રમીને ભારત પરત ફર્યો હતો.

આ બેઠક દરમ્યાન ભારતીય ટીમના નિયમિત ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિનર અશ્વિન પર પણ ચર્ચા મહત્વની બની રહેશે. બંને ખેલાડી ઓસ્ટ્રેલીયા સામે રમાઇ રહેલી બ્રિસબેન ટેસ્ટમાંથી ઇજાને લઇ બહાર છે. રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારી પણ ઇજાને લઇ સીરીઝથી બહાર થયા હતા. પ્રથમ ટેસ્ટ મેચ દરમ્યાન ઝડપી બોલર મંહમદ શામી ઇજા પામ્યો હતો, જ્યારે ઉમેશ યાદવ બીજી ટેસ્ટમાં ઇજા પામતા ભારત પરત ફર્યા હતા.

સિનીયર ખેલાડીઓ ઇજા પામવાને લઇેન ટીમમાં સ્થાન મેળવનારા શાર્દૂલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજને ખૂબ સારુ પ્રદર્શન કર્યુ છે. તેમના નામ પણ પસંદગીકારોની નજર સામે રહેશે. તેમને ટીમમાં સમાવેશ જારી રાખવા માટે ચર્ચા અને નિર્ણય પણ મહત્વનો બની રહેશે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીએ રમાનારી છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરીએ રમાનારી છે. ભારતના પ્રવાસે આવનારી ઇંગ્લેંડની ટીમ બે ગૃપમાં પહોંચશે. હાલમાં ટીમ શ્રીલંકામાં ટેસ્ટ સીરીઝ રમી રહી છે. જે ખેલાડીઓને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા હતા, તેઓ 23 જાન્યુઆરી ભારત માટે ઉડાન ભરશે. જ્યારે બીજુ ગૃપ 27 જાન્યુઆરીએ સીરીઝની આખરી મેચ રમીને ભારત આવશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

આ પણ વાંચો : Tuesday: મંગળવારે કરો આ વિધિથી હનુમાનજીની પૂજા, થશે અઢળક લાભ

Next Article