INDvsENG: ઈંગ્લેન્ડના કેપ્ટનને સેમ કરનમાં ‘ધોની’ની ઝલક દેખાઈ, ધોની સ્ટાઈલથી રમત રમ્યાનું ગણાવ્યુ

|

Mar 29, 2021 | 4:56 PM

ઈંગ્લેન્ડ (England ) સામે ભારતે (India) ત્રણ મેચોની વન ડે સિરીઝ જીતી લીધી છે. ભારતે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં સાત રનથી મેચને જીતીને ઈંગ્લેન્ડને પરાસ્ત કર્યુ હતુ.

INDvsENG: ઈંગ્લેન્ડના કેપ્ટનને સેમ કરનમાં ધોનીની ઝલક દેખાઈ, ધોની સ્ટાઈલથી રમત રમ્યાનું ગણાવ્યુ
Sam Curran-MS Dhoni

Follow us on

ઈંગ્લેન્ડ (England ) સામે ભારતે (India) ત્રણ મેચોની વન ડે સિરીઝ જીતી લીધી છે. ભારતે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં સાત રનથી મેચને જીતીને ઈંગ્લેન્ડને પરાસ્ત કર્યુ હતુ. ટીમ હારવા છતાં પણ મેન ઓફ ધ મેચનો ખિતાબ સેમ કરન (Sam Curran)ને મળ્યો હતો. તેણે અણનમ 95 રનની ઈનીંગ રમીને મેચને જીવંત રાખી હતી. એક સમયે તો તેની રમતને લઈને લાગી રહ્યુ હતુ કે, મેચ સાથ સિરીઝ પણ ઈંગ્લેન્ડ જીતી લેશે. ઈયોન મોર્ગન (Eoin Morgan)ની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપ સંભાળી રહેલા જોસ બટલર (Jos Buttler)ને ત્રીજી અને અંતિમ મેચ દરમ્યાન સેમ કરનમાં દિગ્ગજ મેચ ફિનીશર મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)નો અંદાજ દેખાયો હતો.

 

ઈંગ્લેન્ડ 330 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે છ વિકેટ પર 168 રનના સ્કોરની નાજૂક સ્થિતી પર હતુ. જોકે ત્યારબાદ સેમ કરને આઠમાં નંબર પર આવીને 95 રનની અણનમ રમત રમી હતી. તેની રમતે ઈંગ્લેન્ડને લક્ષ્યની નજીક પહોંચાડી દીધુ હતુ. બટલરે મેચ બાદ કહ્યુ હતુ કે સેમે બેજોડ ઈંનીગ રમી હતી. ભલે અમે મેચ ગુમાવવાની નિરાશા અનુભવી રહ્યા હોય, પરંતુ તેની રમતથી આગળ વધવાની ઘણી મદદ મળી હતી. તેણે કહ્યુ હતુ કે જે પ્રકારે ધોની આવી સ્થિતીમાં મેચને અંતિમ સમયે રોમાંચક મોડ પર લઈ જવાનું પસંદ કરે છે, તેવી જ રીતની ઝલક સેમ કરનમાં જોવા મળી હતી. ધોની દિગ્ગજ ખેલાડી છે અને સેમને તેમનાથી આઈપીએલમાં ઘણુ બધુ શિખવા મળ્યુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

બટલરે કહ્યુ હતુ કે, અમને સૌને સેમની આ રમતથી ખૂબ શિખવા મળશે. અમે એ વિચારવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આવી સ્થિતીમાં એકલા હાથે આગળ વધી શકાય છે. આ ઝડપી બોલર ઓલરાઉન્ડરે ના ફક્ત પોતાના કેરિયરનો બેસ્ટ સ્કોર બનાવ્યો છે, પરંતુ તેણે ખતરનાક રહેલા ઋષભ પંત (Rishabh Pant)ને પણ આઉટ કર્યો હતો. બટલરે કહ્યુ હતુ કે, સેમએ બતાવ્યુ હતુ કે, તે વાસ્તવમાં મેચ વિનર છે. તેણે પંતની વિકેટ પણ ઝડપી હતી. ભલે ટેસ્ટ હોય કે વન ડે કે પછી T20 તે મોટી વિકેટ હાંસલ કરે છે. સેમ કરને જે રીતે રમત દર્શાવી, અમને તેના પર ગર્વ છે.

 

આ પણ વાંચો: IND vs ENG: ઇંગ્લેંડ સામે વન ડે સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ, સિક્સર ફટકારવાનો નોંધાયો વિશ્વવિક્રમ

Next Article