INDvsAUS: હવે બુમરાહ પણ બહાર થતા, ટીમ ઇન્ડીયાની ચિંતા વધી, મહત્વની બ્રિસ્બેન ટેસ્ટમાં જ મોટી ખોટ

|

Jan 12, 2021 | 10:11 AM

ઓસ્ટ્રેલીયા (Australia) માં હાલમાં રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતની ટીમને વધુ એક ચિંતા સામે આવી છે. ટેસ્ટ સીરીઝ (India Australia Test) દરમ્યાન એક બાદ એક ખેલાડીઓ ઇજાનો ભોગ બની રહ્યા છે. ત્યાં હવે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.

INDvsAUS: હવે બુમરાહ પણ બહાર થતા, ટીમ ઇન્ડીયાની ચિંતા વધી, મહત્વની બ્રિસ્બેન ટેસ્ટમાં જ મોટી ખોટ
Jaspreet Bumrah

Follow us on

ઓસ્ટ્રેલીયા (Australia) માં હાલમાં રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝમાં ભારતની ટીમને વધુ એક ચિંતા સામે આવી છે. ટેસ્ટ સીરીઝ (India Australia Test) દરમ્યાન એક બાદ એક ખેલાડીઓ ઇજાનો ભોગ બની રહ્યા છે. ત્યાં હવે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જોકે ખેલાડીઓ આવી સ્થિતી વચ્ચે પણ સિડની ટેસ્ટ (Sydney Test) માં સંઘર્ષ કરીને ફેંસનુ દીલ જીતી ચુક્યા છે. આ દરમ્યાન હવે ભારતના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) પણ મહત્વની એવી બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માંથી બહાર થયો છે. PTI ના BCCI સુત્રો થી મળતી જાણકારી મુજબ હવે બુમરાહ અંતિમ ટેસ્ટ મેચમાં નહી રમી શકે. બુમરાહને પેટમાં ઇજાને લઇને બ્રિસબેન ટેસ્ટ થી તે બહાર થયો છે.

જોકે સુત્રોએ બતાવ્યુ છે કે, જસપ્રિત બુમરાહને પેટમાં ઇજાનુ પ્રમાણ વધારે છે. તેના પેટનુ સ્કેન કરવામાં આવ્યુ છએ અને તેના સ્પષ્ટ પરીણામની પણ રાહ જોવાઇ રહી છે. બુમરાહ ટીમ ઇન્ડીયાનો મહત્વનો બોલર છે. આવા સમયે તેનુ ફીટ રહેવુ ભારત માટે ખુબ જ આવશ્યક છે. ટીમ ઇન્ડીયા માટે તેની અપડેટ મહત્વની છે. તેની અસ્વસ્થતાને ધ્યાને રાખીને હવે ટીમ મેનેજમેન્ટ બ્રિસ્બેન ટેસ્ટની પ્લેયીંગ ઇલેવનમાં સામેલ નહી કરે તેવી ખબર સામે આવી રહી છે. હાલમાં ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં બંને ટીમ 1-1 થી બરાબરી પર છે. આવામાં અંતિમ ટેસ્ટ મેચ નિર્ણાયક મેચ છે. આવા સમયે હવે ટીમ ઇન્ડીયાના બુમરાહની ખોટ વર્તાઇ શકે છે.

Next Article