INDvsAUS: વોશિંગ્ટન સુંદરે બ્રિસબેનમાં ફટકારી જબરદસ્ત સિક્સર, ICC એ વિશેષ નામ આપી વિડીયો શેર કર્યો

|

Jan 17, 2021 | 5:54 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની, ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ભારત અને ઓસ્ટ્રેલિયા માટે મિશ્રિત હતો. પ્રથમ સત્રમાં જ્યારે ઓસ્ટ્રેલિયન બોલરોએ ભારતીય બેટ્સમેનો પર વર્ચસ્વ જમાવ્યું હતું,

INDvsAUS: વોશિંગ્ટન સુંદરે બ્રિસબેનમાં ફટકારી જબરદસ્ત સિક્સર, ICC એ વિશેષ નામ આપી વિડીયો શેર કર્યો
Washington Sundar Six Video

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની, ચોથી અને અંતિમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ભારત અને ઓસ્ટ્રેલિયા માટે મિશ્રિત હતો. પ્રથમ સત્રમાં જ્યારે ઓસ્ટ્રેલિયન બોલરોએ ભારતીય બેટ્સમેનો પર વર્ચસ્વ જમાવ્યું હતું, જ્યારે ભારતીય ટીમે (Team India) બીજા સત્રમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રીજા દિવસે વોશિંગ્ટન સુંદર (Washington Sundar) અને શાર્દુલ ઠાકુરે (Shardul Thakur) અડધી સદી ફટકારતી રમત રમીને પ્રભાવિત કર્યા. ઇનિંગ દરમિયાન વશિંગ્ટન સુંદરે નાથન લિયોનના (Nathan Lyon) બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. ICC એ પણ આ વીડિયોને તેમના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો હતો.

બ્રિસ્બેન ટેસ્ટ (Brisbane Test) મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેનો, વધુ સમય સુધી ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરી શક્યા નહીં. પૂજારા, રહાણે, પંત અને અગ્રવાલ સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તીત કરી શક્યા નહીં. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 336 રન બનાવી શકી હતી. પ્રથમ ઇનિંગ્સમાં શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદર ટીમને મુશ્કેલીમાંથી બહાર નિકાળ્યુ હતુ. બંને બેટ્સમેનોએ તેમની ટેસ્ટ કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન, વોશિંગ્ટન સુંદરે મિડ વિકેટ ઉપર નાથન લિયોનના બોલને સિક્સર ફટકાર્યો હતો. તે 10 સેકન્ડનો વીડિયો આઈસીસીએ તેના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો હતો. આઇસીસીએ લખ્યું, ‘નો લૂક સિક્સ’. એટલે કે, એક સુંદર સિક્સર ફટકાર્યા પછી એટલો વિશ્વાસ હતો કે તેણે બોલ તરફ જોયું પણ નહીં.

https://twitter.com/ICC/status/1350690673859588098?s=20

ભારતીય ટીમ ઓલઆઉટ થઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 21 રન બનાવ્યા હતા. માર્કસ હેનેરીસ અને ડેવિડ વોર્નર દિવસની રમત સમાપ્ત થવા દરમ્યાન ક્રિઝ પર હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી હવે 1-1થી બરાબર છે. સિડનીમાં રમાયેલી ત્રીજી મેચ બંને ટીમો વચ્ચે ડ્રો હતી. જે પણ ટીમ બ્રિસ્બેન ટેસ્ટ મેચ જીતે છે, તે શ્રેણી પર કબજો કરશે. 2018-19 માં ભારતે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી પરાજિત કર્યું હતું.

Published On - 5:50 pm, Sun, 17 January 21

Next Video