INDvsAUS: શુભમન ગીલે અર્ધશતક ફટકારી ગાવાસ્કરનો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

|

Jan 19, 2021 | 10:21 AM

ટીમ ઇન્ડીયાના ઓપનર બેટ્સમેન શુભમન ગીલએ પોતાની બેટીંગ વડે સૌને પ્રભાવિત કર્યા છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ટેસ્ટ ડેબ્યુ કરનારા શુભમન ગીલએ બ્રિસબેન ટેસ્ટના આખરી દીવસે ફીફટી ફટકારી હતી.

INDvsAUS: શુભમન ગીલે અર્ધશતક ફટકારી ગાવાસ્કરનો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Shubman Gill

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના ઓપનર બેટ્સમેન શુભમન ગીલ (Shubman Gill) એ પોતાની બેટીંગ વડે સૌને પ્રભાવિત કર્યા છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour) દરમ્યાન ટેસ્ટ ડેબ્યુ કરનારા શુભમન ગીલએ બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test ) ના આખરી દીવસે ફીફટી ફટકારી હતી. આ સાથે જ તેણે સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar)ના 50 વર્ષ જૂના રેકોર્ડને તોડી દીધો હતો. સૌથી ઓછી ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટની ચોથી ઇનીંગમાં 50 પ્લસ રન બનાવવા વાળો બેટ્સમેન શુભમન બન્યો છે. તેણે આ મામલામાં હવે સુનિલ ગાવાસ્કરને પાછળ છોડી દીધા છે. ગીલ એ 21 વર્ષ, 133 દિવસની ઉંમરમાં આ કારનામુ કરી દેખાડ્યુ છે.

ગાવાસ્કરની વાત કરવામાં આવે તો, તેમણે 21 વર્ષ અને 243 દિવસની ઉંમરે આમ કર્યુ હતુંં. ગાવાસ્કર 1970-71 માં વેસ્ટઇન્ડીઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઇ રહેલી પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ પારીમાં અણનમ 67 રનની ઇનીંગ રમી હતી. ગીલની આ ત્રીજી ટેસ્ટ મેચ હતી. તેની સાથે જ તેણે પોતાનો શ્રેષ્ઠ સ્કોર પણ આ ઇનીંગમાં કરી લીધો છે. ગીલએ આ પહેલા હાલના પ્રવાસ દરમ્યાન ઓસ્ટ્રેલીયા સામે 50 રનની રમત રમી હતી.

મેચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલીયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 369 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની પ્રથમ ઇનીંગ દરમ્યાન 336 રન કર્યા હતા. આમ 33 રનની લીડ સાથે ઓસ્ટ્રેલીયા 294 પર સમેટાઇ ગઇ હતી. આમ ભારતને જીત માટે 328 રનનુ લક્ષ્ય મળ્યુ હતુંં.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

આ પણ વાંચો: Budget 2021: WORK FROM HOME કરતા લોકો માટે સરકાર જાહેર કરી શકે છે વિશેષ છૂટ

Published On - 8:15 am, Tue, 19 January 21

Next Article