INDvsAUS: ધોનીના તેવરમાં જોવા મળ્યો પંત, જેવુ કહ્યું એવી જ રીતે મળી વેડેની વિકેટ

|

Dec 26, 2020 | 4:25 PM

મેલબોર્ન (Melbourne) માં રમાઇ રહેલાી બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) નો પ્રથમ દિવસે ભારતના બોલરોને સારી શરુઆત મળી છે. પ્રથમ સેશનમાં જ ઓસ્ટ્રેલીયા (Australia) ની ત્રણ વિકેટ બોલરોએ ઝડપી લીધી હતી. ત્યાર બાદ બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપી હતી. ઓપનીંગ સેશનમાં જ બર્નસ (Burns), વેડ (Wade) અને સ્મિથ (Smith)ની મોટી વિકેટ પણ મળી રહી છે. […]

INDvsAUS: ધોનીના તેવરમાં જોવા મળ્યો પંત, જેવુ કહ્યું એવી જ રીતે મળી વેડેની વિકેટ

Follow us on

મેલબોર્ન (Melbourne) માં રમાઇ રહેલાી બોક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) નો પ્રથમ દિવસે ભારતના બોલરોને સારી શરુઆત મળી છે. પ્રથમ સેશનમાં જ ઓસ્ટ્રેલીયા (Australia) ની ત્રણ વિકેટ બોલરોએ ઝડપી લીધી હતી. ત્યાર બાદ બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપી હતી. ઓપનીંગ સેશનમાં જ બર્નસ (Burns), વેડ (Wade) અને સ્મિથ (Smith)ની મોટી વિકેટ પણ મળી રહી છે. ઓપનીંગ સેશનમાં ઝડપાયેલી પ્રથમ વિકેટ જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) એ ઝડપી હતી. જ્યારે બાકીને બંને વિકેટ અશ્વિને (R Ashwin) ઝડપી હતી. જોકે ખાસ વાત એ હતી કે, અશ્વિનને વેડની વિકટ લેવામાં પંતે વિકટની પાછળ થી મદદ કરી હતી. જે મદદ એ રીતે કરી હતી કે જે ધોની (Dhoni) કરતો રહેતો હતો.

સોશિયલ મિડીયા પર ભારત અને ઓસ્ટ્રેલીયા બોક્સિંગ ડે ટેસ્ટની એક ક્લિપ વાયરલ થઇ રહી છે. જેમાં પંત વિકેટ પાછળ થી અશ્વિનને એ બતાવતા અને કહેતા સાંભળી શકાયો હતો કે વેડનુ આગળનુ સ્ટેપ શુ હશે. તે કયો શોટ રમવા વાળો છે, તેને કેવો બોલ ફેંકવો જોઇએ.

આ વિડીયોમાં મેથ્યુ વેડ ની વિકેટ પડવાની એક બોલ પહેલા જ પંતે અશ્વિનને બતાવ્યુ હતુ કે, તેને બોલ અંદર નાંખે. તે શોટ મારશે જ મારશે. જેવુ પંતે બતાવ્યુ એવુ જ થયુ. અશ્વિને અંદરની બાજુ બોલને ટર્ન કરાવી, જેની પર વેડ એ એક મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રવિન્દ્ર જાડેજાના હાથે તે કેચ ઝડપાઇ ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મેથ્યુ વેડ આ મેચમાં ઓપનરના સ્વરુપે મેદાનમાં ઉતર્યો હતો. તેણે ત્રણ ચોગ્ગાની મદદ થી 39 બોલ પર 30 રન બનાવીને સારી લયમાં લાગી રહ્યો હતો. પરંતુ પંતની સૂઝબુઝ થી અશ્વિને તેની પારીને ખતમ કરી દીધી હતી.

https://twitter.com/Naniricci45/status/1342632712935415808?s=20

Next Article