INDvsAUS: સીડની ટેસ્ટ મેચની શરુઆતે નેશનલ એન્થમ દરમ્યાન રોઇ પડ્યો મહંમદ સિરાજ, જુઓ વિડીયો

|

Jan 07, 2021 | 8:58 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા ની વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ (Test Series) રમાઇ રહી છે. સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ સિડની (Sydney) માં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટિમ પેને (Tim Penn) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચની શરુઆતમાં જ વરસાદ નુ વિઘ્ન નડ્યુ હતુ.

INDvsAUS: સીડની ટેસ્ટ મેચની શરુઆતે નેશનલ એન્થમ દરમ્યાન રોઇ પડ્યો મહંમદ સિરાજ, જુઓ વિડીયો
Mohammad Siraj

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા ની વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ (Test Series) રમાઇ રહી છે. સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ સિડની (Sydney) માં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટિમ પેને (Tim Penn) ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચની શરુઆતમાં જ વરસાદ નુ વિઘ્ન નડ્યુ હતુ. ઝડપી બોલર મહંમદ સિરાજે (Mohammad Siraj) વોર્નરને પેવેલિયન મોકલીને ઝડપ થી ભારતને શરુઆતની સફળતા અપાવી હતી. વોર્નર 5 રન કરીને જ આઉટ થયો હતો. સિડની ટેસ્ટ (Sydney Test) ની શરુઆતે નેશનલ એન્થમ (National Anthem) દરમ્યાન મહંમદ સિરાજ પોતાના પર કાબુ રાખી શક્યો નહોતો, અને તેની આંખોમાંથી આસુ નિકળી પડ્યા હતા.

મહંમદ સિરાજ મેલબોર્નમાં રમાયેલ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. જેમાં તેણે શ્રેષ્ઠ બોલીંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. મેચ બાદ સચિન તેંદુલકર સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓએ તેના પ્રદર્શનનને વખાણ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલીયા પ્રવાસે પહોંચ્યા બાદ તેના પિતાનુ અવસાન થયુ હતુ. આમ છતાં પણ તેણે ભારત પરત નહિ જવા માટેનો નિર્ણય કરીને ટીમની સાથે રહ્યો હતો. સિરાજે તે વખતે કહ્યુ હતુ કે, તેના પિતાનુ સપનુ હતુ કે, તે ભારત માટે એક દિવસ રમે અને તે તેમનુ સપનુ પુરુ કરવા માંગે છે.

સિડની ટેસ્ટમાં ભારતની ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. મયંક અગ્રવાલના સ્થાન પર રોહિત શર્મા ને ઓપનરના રુપમાં ટીમમાં સામેલ કરાયો છે. જ્યારે ઉમેશ યાદવના સ્થાન પર નવદિપ સૈનીને ટેસ્ટ ડેબ્યુ કરાવ્યુ છે. એડિલેડમાં પ્રથમ મેચ હાર્યા બાદ મેલબોર્નમાં 8 વિકેટ થી શાનદાર જીત મેળવી હતી. આમ સીરીઝ હાલમાં બરાબરી પર રહી છે.

Next Video