INDvsAUS બ્રિસબેન ટેસ્ટમાં જીત માટે ભારતને 328નુ લક્ષ્ય, સિરાજે 5, શાર્દુલે 4 વિકેટ ઝડપી

|

Jan 18, 2021 | 1:38 PM

બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં ઇતિહાસ અને ટીમ ઇન્ડીયા (Team India) વચ્ચેનુ લક્ષ્ય 328 રનનુ છે. ભારતીય ટીમ આ લક્ષ્યને ભેદી લેશે તો ના ફક્ત જીત જ મેળવશે, પરંતુ વિશેષ ઉપલબ્ધી પણ મેળવશે. 1988 પછી પ્રથમ વાર ઓસ્ટ્રેલીયા (Australia) ને તેના જ ગઢમાં હરાવવા વાળી પ્રથમ ટીમ બની જશે.

INDvsAUS બ્રિસબેન ટેસ્ટમાં જીત માટે ભારતને 328નુ લક્ષ્ય, સિરાજે 5, શાર્દુલે 4 વિકેટ ઝડપી
India Australia Test

Follow us on

બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં ઇતિહાસ અને ટીમ ઇન્ડીયા (Team India) વચ્ચેનુ લક્ષ્ય 328 રનનુ છે. ભારતીય ટીમ આ લક્ષ્યને ભેદી લેશે તો ના ફક્ત જીત જ મેળવશે, પરંતુ વિશેષ ઉપલબ્ધી પણ મેળવશે. 1988 પછી પ્રથમ વાર ઓસ્ટ્રેલીયા (Australia) ને તેના જ ગઢમાં હરાવવા વાળી પ્રથમ ટીમ બની જશે. આ ઉપરાંત ઇતિહાસ દોહરાવતા ટેસ્ટ સીરીઝ પર પણ કબજો જમાવી લેવાશે. આમ તો બ્રિસબેનમાં અત્યાર સુધી સૌથી સફળ રન ચેઝ 236 રનનો રહ્યો છે. જ્યારે લીડ મળીને ઓસ્ટ્રેલીયાએ ભારત સામે 328 રનનો ટાર્ગેટ રાખ્યો છે. જોકે બ્રિસબેનનો અભ્યાસ કહે છે કે, ચોથી ઇનીંગમાં રન બને પણ છે. પાકિસ્તાન (Pakistan) પણ અહી 2016માં રમેલી એક ટેસ્ટ મેચમાં 450 રન બનાવી ચુક્યુ હતુ.

આ પહેલા જોકે ઓસ્ટ્રેલીયાનો બીજો દાવ 294 રન પર સમેટાયો હતો. ઓસ્ટ્રેલીયાને બીજી ઇનીંગમાં 300 રનની અંદર જ ઓલઆઉટ કરી લેવામાં ભારતના બે બોલરનો ભૂમિકા મુખ્ય રહી, મહંમદ સિરાજ (Mohammad Siraj) અને શાર્દુલ ઠાકુરે (Shardul Thakur) શાનદાર પ્રદર્શન જારી રાખ્યુ હતુ. સિરાજે પાચ વિકેટ ઝડપી હતી, જ્યારે શાર્દુલે ચાર વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરને એક વિકેટ મળી હતી.

બ્રિસબેન ટેસ્ટમાં બીજા દાવ વખતે હજુ એક દિવસની રમત બાકી બચી છે. વિકેટ હજુ પણ બેટીંગ કરવા માટે અનૂકુળત છે. આવી સ્થિતીમાં એક બે સારી ભાગીદારી નોંધાય, સાથે હવામાન કરવટ ના બદલે તો ભારત ઇતિહાસ રચી શકે છે. કેપ્ટન રહાણે બ્રિસબેનની ઐતિહાસિક જીત સાથે ઓસ્ટ્રેલીયા વિજયની ટ્રોફી ઉંચકેલો જોવા મળી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઓસ્ટ્રેલીયાએ પોતાની બીજી ઇનીંગની શરુઆત ઝડપી કરી હતી. તેની ઓપનીંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 89 રન જોડ્યા હતા. પરંતુ વધુ 2 રન જોડતા જ તેના બંને ઓપનર પેવેલિયન પરત ફરી ગયા હતા. એક ની વિકેટ શાર્દુલે ઝડપી તો બીજાને સુંદરે શિકાર બનાવ્યો હતો. ત્યાર બાદ સિરાજે લાબુશેન અને વેડની વિકેટ બે ક ટુ બે લઇને ઓસ્ટ્રેલીયાને ભીંસમાં લઇ જવાનુ કામ કર્યુ હતુ.

જોકે પ્રથમ 4 ઝટકા લાગ્યા બાદ સ્ટીવ સ્મિથ એ ઓસ્ટ્રેલીયાની પારીને સંભાળી હતી અને કેમરુન ગ્રીન સાથે મેળીને સ્કોર બોર્ડને આગળ વધાર્યો હતો. બીજી પારીમાં સ્મિથ 55 રન બાનવીને ટીમના હાઇએસ્ટ સ્કોરર રહ્યા હતા. સ્મિથને પણ સિરાજે પોતાનો શિકાર બનાવ્યો હતો. સ્મિથની વિકેટ પડતા જ ઓસ્ટ્રેલીયાનો કોઇ બેટ્સમેન વિકેટ પર ટકી શક્યો નહોતો. સિરાજ અને શાર્દુલ બંનેએ નિયમીત અંતરે વિકેટ ઝડપતા રહેતા 300 ની અંદર ઓસ્ટ્રેલીયાને સમેટી શકાયુ હતુ.

Next Article