INDvsAUS: રોહિત શર્માનો બોલીંગ કરતો વિડીયો થયો વાયરલ, લોકોએ કરી મજેદાર કોમેન્ટ

|

Jan 16, 2021 | 8:11 AM

બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ અને નિર્ણાંયક મેચ બ્રિસબેન (Brisbane ) ના ગાબા મેદાન (Gabba Stadium) માં રમાઇ રહી છે. મેચમાં ટીમ ઇન્ડીયાના વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બોલીંગ કરતો જોવા મળ્યો હતો.

INDvsAUS: રોહિત શર્માનો બોલીંગ કરતો વિડીયો થયો વાયરલ, લોકોએ કરી મજેદાર કોમેન્ટ
Rohit Sharma

Follow us on

બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની અંતિમ અને નિર્ણાંયક મેચ બ્રિસબેન (Brisbane ) ના ગાબા મેદાન (Gabba Stadium) માં રમાઇ રહી છે. મેચમાં ટીમ ઇન્ડીયાના વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બોલીંગ કરતો જોવા મળ્યો હતો. જેનો વિડીયો પણ હવે સોશિયલ મિડીયા પર વાયરલ થવા લાગ્યો છે. રોહિત શર્મા ઓપનર તરીકે રમી રહ્યો છે, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલીંગ કરતો ક્યારેક જ જોવા મળી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલા રોહિત શર્મા બે વિકેટ ઝડપી ચુક્યો છે. રોહિત શર્માએ અત્યાર સુધીની 34 ટેસ્ટ મેચમાં તે આઠ વાર બોલીંગ કરી ચુક્યો છે. 2014માં તે ઇંગ્લેંડ (England) સામે પોતાની પહેલી ટેસ્ટ વિકેટ મેળવી હતી. જયારે ઓસ્ટ્રેલીયા સામે તેણે 2014માં એડિલેડ ટેસ્ટમાં એક વિકેટ મેળવી હતી.

મેચ દરમ્યાન ટીમ ઇન્ડીયાના ઝડપી બોલર નવદિપ સૈની ઇજા પામ્યો હતો, તે સમયે સૈનીની ઓવરનો એક બોલ બાકી રહ્યો હતો. તે એક બોલને નાંખવા માટે કેપ્ટન અજીંક્ય રહાણેએ બોલને રોહિત શર્માના હાથમાં પકડાવી દીધો હતો. રોહિતે પોતાના એક બોલ પર સિંગલ રન આપ્યો હતો. રોહિતની બોલીંગનો આ વિડીયો ICC એ ટ્વીટ કર્યો હતો અને ત્યાર બાદ તે વાયરલ થઇ ગયો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોહિત શર્મા બોલીંગ કરી રહ્યો હોવાનુ જોઇને ફેંસે મજેદાર કોમેન્ટસ કરી હતી. એક ફેન એ તો એમ લખ્યુ હતુ કે, હવે કેટલીક વારમાં ટીમ ઇન્ડીયાના હેડ કોચ રોહિત શર્મા બોલીંગ કરવા માટે આવશે. આ પુરી સીરીઝમાં ટીમ ઇન્ડીયા ખેલાડીઓની ઇજાથી પરેશાન થઇ રહી છે. આ મેચમાં ઝડપી બોલર નવદિપ સૈની એ ગ્રોઇન દર્દની ફરીયાદ કરી હતી. જોકે હાલ સૈનીની બીસીસીઆઇની મેડીકલ ટીમ તેની ઇજાનુ નિરીક્ષણ કરી રહી છે.

https://twitter.com/ICC/status/1349923390082060290?s=20

https://twitter.com/ICC/status/1349923390082060290?s=20

https://twitter.com/ICC/status/1349923390082060290?s=20

આ પણ વાંચો: પોલીસકર્મીએ મહિલાને માર્યો લાફો! માસ્કના દંડ માટે પોલીસની ગુંડાગીરી, Viral Video

Published On - 8:10 am, Sat, 16 January 21

Next Article