INDvsAUS: ઇશાંતને તુરત ઓસ્ટ્રેલીયા મોકલવાનો દાવ રમવો જોઇએ, બીસીસીઆઇને ગાવાસ્કરની સલાહ

|

Jan 16, 2021 | 2:47 PM

ઓસ્ટ્ર્લીયા સામે ભારતની પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ શામીનો ઝટકો સહેવો પડ્યો છે. આમ હવે ભારતીય ટીમનુ સંતુલન જાળવવુ મુશ્કેલ બની રહેશે. વિરાટ કોહલી પણ બાકીની ત્રણ મેચમાં રજાને લઇને અનઉપસ્થિત રહેશે. રોહિત શર્મા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ઉપસ્થિત રહેશે. આમ ટીમના સંતુલનને લઇને મુશ્કેલીઓ વર્તાઇ રહી છે. આ દરમ્યાન બોલીંગ આક્રમણનું પલડુ પણ જાળવી રાખવુ […]

INDvsAUS: ઇશાંતને તુરત ઓસ્ટ્રેલીયા મોકલવાનો દાવ રમવો જોઇએ, બીસીસીઆઇને ગાવાસ્કરની સલાહ

Follow us on

ઓસ્ટ્ર્લીયા સામે ભારતની પ્રથમ ટેસ્ટમાં શરમજનક હાર બાદ શામીનો ઝટકો સહેવો પડ્યો છે. આમ હવે ભારતીય ટીમનુ સંતુલન જાળવવુ મુશ્કેલ બની રહેશે. વિરાટ કોહલી પણ બાકીની ત્રણ મેચમાં રજાને લઇને અનઉપસ્થિત રહેશે. રોહિત શર્મા ત્રીજી અને ચોથી ટેસ્ટમાં ઉપસ્થિત રહેશે. આમ ટીમના સંતુલનને લઇને મુશ્કેલીઓ વર્તાઇ રહી છે.

આ દરમ્યાન બોલીંગ આક્રમણનું પલડુ પણ જાળવી રાખવુ જરુરી છે. આ માટે હવે શામીના બહાર થવાથી હવે ઇશાંત શર્માની માંગ ઉઠી છે. દિગ્ગજ સુનિલ ગાવાસ્કરે પણ હવે ઇશાંત શર્માને તુરત ઓસ્ટ્રેલીયા મોકલવાનો દાવ રમવાની સલાહ આપી છે. તેમણે કહ્યુ છે કે ઇશાંત ફીટ હોય તો બીસીસીઆઇ એ આ દાવ પણ રમી લેવો જોઇએ.

શામીને એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે બીજી ઇનીંગ દરમ્યાન ઇજા થઇ હતી. પેટ કમિન્સનો બાઉન્સર બોલ શામીના જમણા હાથે વાગ્યો હતો. જેના થી તે રીટાયર્ડ હર્ટ થયો હતો. તેને ફ્રેકચર હોવાની જાણકારી સામે આવી હતી. હવે તે સીરીઝ થી બહાર રહેવા માટે મજબૂર છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

એડિલેડમાં ભારતીય ટીમની બોલીંગ સારી હતી. ટીમે ઓસ્ટ્રેલીયાને પ્રથમ દાવમાં ફક્ત 191 રન પર જ ધરાશયી કરી દીધા હતા. શમીને જોકે તેમાં વિકેટ મળી શકી નહોતી પરંતુ તેણે દબાણ જરુર વધાર્યુ હતુ. આમ હવે શામીની કમી જરુર વર્તાશે. આ સ્થિતીમાં હવે સુનિલ ગાવાસ્કરે ઇશાંત શર્માને ઓસ્ટ્રેલીયા મોકલવાની સલાહ આપી છે.

એક સ્પોર્ટસ ચેનલની સાથે વાત કરતા કહ્યુ હતુ કે, શામીનુ બહાર થવુ એ ભારતીય ટીમ માટે ખૂબ મોટી પરેશાની છે. કારણ કે તે પોતાની યોર્કર અને બાઉન્સર થી પરેશાન કરી શકતો હતો. ગાવાસ્કરે ઇશાંતને ટીમમાં સામેલ કરવાની વાત કરી હતી. મારી સલાહ છે કે, જો ઇશાંત ફિટ છે તો તેને તુરંત ઓસ્ટ્રેલીયા મોકલવો જોઇએ. જો તે એક દિવસની 20 ઓવર નાંખી શકતો હોય તો તેને કાલે જ સીધો ફ્લાઇટ થી ઓસ્ટ્રેલીયા મોકલવો જોઇએ. જેથી સીડની ટેસ્ટ માટે ઉપલબ્ધ થઇ શકે.

ગાવાસ્કરનુ માનવુ છે કે, વર્તમાન સ્થિતીને જોતા ભારતીય ટીમ મેનેજમેન્ટે આ દાવ રમવો જોઇએ. કારણ કે ટીમ પાસે અનુભવી બેકએપ ઝડપી બોલરની કમી છે. ભારતીય ટીમ પાસે આ સમયે નવદિપ સૈની અને મહંમદ સિરાજ છે. પરંતુ બંનેએ ટેસ્ટ ક્રિકેટ ને લઇને પોતાનો હાથ અજમાવ્યો નથી. ગાવાસ્કરના મતે અભ્યાસ મેચમાં સૈની પ્રભાવિત કરી શક્યો નહોતો. ઓસ્ટ્રેલીયાના બેટ્સમેનોને તે પરેશાન કરી શકશે નહી.

આઇપીએલ દરમ્યાન ઇશાંત શર્મા પાંસળીઓમાં ઇજા પહોંચી હતી. જેના કારણે તે ટુર્નામેન્ટ થી બહાર થયો હતો. ત્યાર બાદ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેશ અને રિહેબિલિટેશન પર કામ કરી રહ્યો હતો. બીસીસીઆઇ એ ગત મહિને બતાવ્યું હતું કે ફિટ થવા છતાં ટેસ્ટનો ભાર નહી ઉઠાવી શકે જેથી તેને ટેસ્ટ સીરીઝથી બહાર રખાયો હતો.

 

Published On - 6:56 pm, Sun, 20 December 20

Next Article