INDvsAUS:ભારતીય ટીમમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ભારતીય ઇનીંગની શરુઆત કરશે

|

Dec 17, 2020 | 11:09 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની એડિલેડ ટેસ્ટનવે લઇને બંને દેશની ટીમો પોતાની પુરી તૈયારીઓ કરી ચુક્યા છે. ભારતીય ટીમમાં ઓપનિંગને લઇને રહેલુ કન્ફ્યુઝન પણ હવે દુર થઇ ચુક્યુ છે. એડિલેડ ટેસ્ટમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ભારતીય ઇનીંગની શરુઆત કરશે. ઓપનર તરીકે શુભમન ગીલ પણ પોતાનો દાવો રજૂ કરી ચુક્યો હતો. ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલીયા સામે […]

INDvsAUS:ભારતીય ટીમમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ભારતીય ઇનીંગની શરુઆત કરશે

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની એડિલેડ ટેસ્ટનવે લઇને બંને દેશની ટીમો પોતાની પુરી તૈયારીઓ કરી ચુક્યા છે. ભારતીય ટીમમાં ઓપનિંગને લઇને રહેલુ કન્ફ્યુઝન પણ હવે દુર થઇ ચુક્યુ છે. એડિલેડ ટેસ્ટમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ભારતીય ઇનીંગની શરુઆત કરશે. ઓપનર તરીકે શુભમન ગીલ પણ પોતાનો દાવો રજૂ કરી ચુક્યો હતો.

ભારતીય ટીમ પાસે ઓસ્ટ્રેલીયા સામે લગભગ અડધો દર્જન જેટલા બેટ્સમેન હાજર છે. જેમાં પૃથ્વી શો, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, કેએલ રાહુલ, અજીંક્ય રહાણે અને આગળ જતા રોહિત શર્મા પણ હાજર હશે.જોકે ઓસ્ટ્રેલીયા સામે વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રિ એ મયંક અગ્રવાલ અને પૃથ્વી શો પર દાવ લગાવ્યો છે. મયંક અગ્રવાલે ગત પ્રવાસ દરમ્યાન જ ડેબ્યુ કર્યુ હતુ. તેનુ પ્રદર્શન પણ સારુ રહ્યુ હતુ. એટલા માટે જ તેના પ્રદર્શનને લઇને કોઇ સંદેહ નહોતો. જોકે પૃથ્વી એ અભ્યાસ મેચ દરમ્યાન કંઇ ખાસ છાપ છોડી નહોતી. પ્રથમ અભ્યાસ મેચમાં 0 અને 19 રન બનાવ્યા હતા. બીજી અભ્યાસ મેચમાં 40 અને 03 રન જ બનાવી શક્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પૃથ્વી શોની પાછળની ચાર ટેસ્ટ મેચમાં તેનો સ્કોર કંઇક આમ રહ્યો હતો 16.14,54,14. જોકે વિરાટને પૃથ્વીની કાબેલીયત પર ભરોસો છે. તેની ટેકનીક અને ટેમ્પરામેન્ટ ટેસ્ટ ક્રિકેટના હિસાબ થી શાનદાર માનવામાં આવે છે. જોકે આ વખતે પૃથ્વી ચૂક્યો તો તેના માટે મુશ્કેલી પેદા થઇ શકે છે. કારણ કે પ્રથમ બે વન ડે માં ફ્લોપ રહેલા મયંકને પણ બહાર કરી દેવાયો હતો. તેની જગ્યાએ ત્રીજી મેચમાં શુભમન ગીલને સ્થાન મળ્યુ હતુ. ટેસ્ટ સીરીઝમાં પણ આવા જ નિર્ણય લેવાઇ શકે છે. ટીમ પાસે વિકલ્પોની કમી નથી. આવામાં એડિલેડ ટેસ્ટમાં પૃથ્વી શો સામે ડુ ઓર ડાઇ જેવી સ્થિતી છે. તેણે ટીમને મજબૂત શરુઆત આપવા સાથે જ મોટી ઇનીંગ રમવાનુ લક્ષ્ય પણ પુરુ કરવાનુ રહેશે.

 

Published On - 11:04 am, Thu, 17 December 20

Next Article